AI Model સમજવાની ભૂલ કરી બેઠી આ કંપની, દર મહિને કમાય છે 10 લાખ રૂપિયા - Gujjutak
◉ ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે ◉ ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા ◉ ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે ◉ આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ ◉ IPL Cheerleaders Salary: કેટલો હોય છે IPL ચીયરલીડર્સનો પગાર? કઈ ફ્રેન્ચાઈઝી આપે છે સૌથી વધુ સેલરી?

AI Model સમજવાની ભૂલ કરી બેઠી આ કંપની, દર મહિને કમાય છે 10 લાખ રૂપિયા

AI Model સમજવાની ભૂલ કરી બેઠી આ કંપની, દર મહિને કમાય છે 10 લાખ રૂપિયા - આજકાલ, AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે. AI એવા કાર્યોને સંભાળી રહ્યું છે જે પહેલા માત્ર મનુષ્યો દ્વારા કરવામાં આવતા હતા. દુનિયામાં એવા ઘણા AI મોડલ છે જે માણસોની જેમ કામ કરે છે અને દર મહિને લખો રૂપિયા કમાય છે.

Author image Gujjutak

AI Model Aitana: આજકાલ, AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ખૂબ જ લોકપ્રિય બની રહ્યું છે. AI એવા કાર્યોને સંભાળી રહ્યું છે જે પહેલા માત્ર મનુષ્યો દ્વારા કરવામાં આવતા હતા. દુનિયામાં એવા ઘણા AI મોડલ છે જે માણસોની જેમ કામ કરે છે અને દર મહિને લખો રૂપિયા કમાય છે.

ભૂતકાળમાં, લોકોને પૈસા કમાવવા માટે ખૂબ જ મહેનત કરવી પડતી હતી, પરંતુ હવે વસ્તુઓ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પૈસા કમાવવાનું એક સરસ માધ્યમ બની ગયું છે. દુનિયા ઓફલાઈનથી ઓનલાઈન થઈ ગઈ છે. વિશ્વભરમાં ઘણા મોડલ અને કલાકારો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને કરોડો રૂપિયા કમાય છે. જો કે, આ દુનિયા બહારથી જેટલી ગ્લેમરસ લાગે છે, તેટલી જ તે તેના પડકારો સાથે પણ આવે છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયાથી એક મોડલ પોતાની ઇન્કમ ઇન્કમ માટે વિશ્વભરમાં પ્રખ્યાત થઈ છે.

અમે વાત કરી રહ્યા છીએ બાર્સેલોનાની એક મૉડલ એટના (AI Model Aitana) વિશે, જેણે તાજેતરમાં જ ધ્યાન ખેંચ્યું હતું. એટના તેની જાહેરાતોમાંથી થતી કમાણી માટે જાણીતી બની હતી કારણ કે ઘણી કંપનીઓએ તેની સાથે માણસ જેવું વર્તન કર્યું હતું અને તેને લાખોના કોન્ટ્રાક્ટ આપ્યા હતા. તેણીનું કામ તે બ્રાન્ડ્સના કપડાં અથવા જૂતા પહેરીને ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરવાનું હતું કારણ કે તેણીના એક લાખથી વધુ ફોલોઅર્સ હતા. આ ફોલોઅર્સના આધારે એટનાએ એક મહિનામાં દસ લાખ રૂપિયાથી વધુની કમાણી કરી.

કંપની તરફથી હવે એક મોટો ખુલાસો થયો છે. આ મોડલ સાથે જોડાયેલી એક ઘટના સામે આવી છે, જેના વિશે દુનિયાને જાણ નહોતી. એટના વાસ્તવમાં મૉડલિંગ એજન્સી The Clueless દ્વારા બનાવવામાં આવેલ AI મૉડલ હતી. આ AI મૉડલનું પરીક્ષણ સંપૂર્ણપણે સફળ રહ્યું હતું અને હવે કંપની માત્ર AI મૉડલ સાથે જ કામ કરવાની યોજના ધરાવે છે.

આ સફળતા બાદ એજન્સીએ માણસોને મોડેલ તરીકે રાખવાનું બંધ કરી દીધું છે. એજન્સી જણાવે છે કે AI મૉડલ સાથે કામ કરવું ઘણું સરળ છે કારણ કે તે માણસોની જેમ ડિમાન્ડિંગ નથી. વધુમાં, લોકો હવે મેન્યુઅલ વર્કથી દૂર જઈ રહ્યા છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી અપનાવી રહ્યા છે. બદલાતા સમય સાથે આપણે અનુકૂલન સાધવાની જરૂર છે અને આ સમયની માંગ છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News