ધોરણ 12 પછી આ કોર્સ તમારી લાઇફ બદલી દેશે, કોર્સની ફી ₹70,000 પછી લાખોમાં કમાણી

company secretary course after 12th earn lakhs with low investment ધોરણ 12 પછી આ કોર્સ તમારી લાઇફ બદલી દેશે, કોર્સની ફી ₹70,000 પછી લાખોમાં કમાણી

અમદાવાદ: મોટાભાગના વિદ્યાર્થીઓમાં મૂંઝવણ હોય છે કે ધોરણ 12 પછી શું કરવું જોઈએ તો આજે હું તમારા માટે એક સારો વિકલ્પ લઈને આવ્યો છું જે છે કંપની સેક્રેટરી (CS) એવા વિદ્યાર્થીઓ માટે છે જે કોમર્સ બેગ્રાઉન્ડમાંથી છે અથવા બિઝનેસ સેક્ટરમાં રસ ધરાવતા હોય તો આ કોર્સ તમારી કારકિર્દી ને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે છે.

આ કોર્સ કરવા માટે અંદાજિત 70,000 સુધીનો ખર્ચ થાય છે અને આ કોર્સ પૂરો થયા પછી આપણા જ રાજ્યમાં તેને સ્ટાર્ટિંગ ₹4,00,000 થી લઈને 6,00,000 ના પેકેજમાં નોકરી મળી શકે છે. આ કોર્સ કરીને કેટલાક વિદ્યાર્થીઓએ ગિફ્ટ સિટી જેવા ફાઈનાન્સિયલ હબ માં પણ સ્થિરતા મેળવી છે.

આ કોર્સની વિશેષતા એ પણ છે કે આ કોર્સ તમે ગ્રેજ્યુએશન સાથે પણ કરી શકો છો. ધોરણ 12 પછી વિદ્યાર્થીઓને CSEET નામની પ્રવેશ પરીક્ષા આપવી પડે છે, તે પછી તેઓ સીધા Executive Programme માટે લાયક બની જાય છે. જો વિદ્યાર્થી પહેલેથી જ ગ્રેજ્યુએટ હોય તો તેને કોઈપણ પ્રકારની પ્રવેશ પરીક્ષા આપવાની જરૂર પડતી નથી.

તમે આ કોષને “The Institute of Company Secretaries of India (ICSI)” મા કરી શકો છો, જે ભારત સરકારની અંદરમાં આવે છે. ICSI ના અમદાવાદ ચેપ્ટરના સેક્રેટરી જયમીન ત્રિવેદી અનુસાર કંપની સેક્રેટરી બન્યા પછી ઉમેદવારને કંપનીના ટોપ મેનેજમેન્ટ સાથે કામ કરવાની તક મળે છે. આજના સમયમાં ફાઇનાન્સ, ઇન્સ્યોરન્સ અને કેપિટલ માર્કેટમાં કંપની સેક્રેટરી ની ભારે માંગ છે.

ICSI તરફથી ઓનલાઇન કોચિંગ પણ કરાવવામાં આવે છે, જે વિદ્યાર્થીઓ માટે એક સારી સવલત સાબિત થઈ શકે છે. વિદ્યાર્થીઓ કંપની સેક્રેટરી ના કોર્સની સાથે સાથે LLB કે MBA પણ કરી શકે છે. જે તેમની કારકિર્દીમાં અનેક વિકલ્પો ઉમેરે છે.

તો ચાલો આવો જાણીએ કંપની સેક્રેટરી (CS) નો કોર્સ કેમ પસંદ કરવો જોઈએ

આ કોર્સ ઓછા ખર્ચે વ્યાવસાયિક ડિગ્રી ઓફર કરે છે, ટોપ મેનેજમેન્ટ માં કામ કરવાની તક મળે છે, મલ્ટિપલ કારકિર્દી નો વિકલ્પ પણ મળે છે, ભારતભરના કોર્પોરેટ સેક્ટરમાં આ કોર્સની ઘણી ડિમાન્ડ છે અને GIFT City જેવા પ્લેટફોર્મ પર પ્લેસમેન્ટ મળવાની પણ તક આપે છે.

જો તમે ધોરણ 12 આર્ટસ, કોમર્સ કે સાયન્સ માંથી કર્યું હોય તો પણ તમે કંપની સેક્રેટરીનો કોર્સ કરી શકો છો. જરૂરી છે માત્ર મહેનત અને દ્રઢ સંકલ્પની.

આશા રાખું છું કે મારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને ઉપયોગી થઇ હશે.