દેશનો એકમાત્ર EXIT POLL જેનો દાવો છે NDAની હાર અને I.N.D.I.A.ની જીત, જાણો આંકડા

DB Live exit poll: 2024 ની લોકસભા ચૂંટણીમાં મતદાન સમાપ્ત થયા બાદ, એક્ઝિટ પોલના આંકડા સામે આવી ગયા છે.

Author image Aakriti

નવી દિલ્હી, 2 જૂન 2024 - 2024 ની લોકસભા ચૂંટણીમાં મતદાન સમાપ્ત થયા બાદ, એક્ઝિટ પોલના આંકડા સામે આવી ગયા છે. મોટા ભાગના એક્ઝિટ પોલમાં એનડીએને બહુમતી મળતી દેખાઈ રહી છે, પરંતુ ડીબી લાઈવ (દેશબંધુ)ના એક્ઝિટ પોલમાં I.N.D.I.A. ગઠબંધન સરકાર રચતી દેખાઈ રહી છે.

DB Live exit poll

ડીબી લાઈવના એક્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું છે કે I.N.D.I.A. ગઠબંધન 260-295 બેઠકો મળી શકે છે, જ્યારે એનડીએને માત્ર 215-245 બેઠકો મળી શકે છે. 24-48 બેઠકો અન્ય પક્ષ ને મળી શકે છે.

રાજ્યોમાં પરિણામો

  • મહારાષ્ટ્ર: એનડીએને 18-20 બેઠકો અને I.N.D.I.A.ને 28-30 બેઠકો.
  • બિહાર: એનડીએને 14-16 બેઠકો અને I.N.D.I.A.ને 24-26 બેઠકો.
  • મધ્ય પ્રદેશ: એનડીએને 24-26 બેઠકો અને I.N.D.I.A.ને 3-5 બેઠકો.

ઉત્તર પ્રદેશમાં ભાજપની મુશ્કેલી

ડિબી લાઈવના આકાંડો દર્શાવે છે કે ઉત્તર પ્રદેશમાં એનડીએને 46-48 બેઠકો મળી શકે છે, જ્યારે I.N.D.I.A.ને 32-34 બેઠકો મળતી દેખાઈ રહી છે. પશ્ચિમ બંગાળમાં ભાજપને 11-13 અને ટીએમસીને 26-28 બેઠકો મળવાનો અંદાજ છે.

સોશિયલ મીડિયામાં ચર્ચા

ડિબી લાઈવનો આ એકમાત્ર એક્ઝિટ પોલ છે, જેમાં એનડીએની જગ્યાએ I.N.D.I.A. ગઠબંધનને બહુમતી મળતી દેખાઈ રહી છે. આ એક્ઝિટ પોલ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે.

લોકસભા ચૂંટણીના આ પરિણામો 4 જૂને મતગણતરી બાદ સ્પષ્ટ થશે, ત્યારે જ જાણી શકાશે કે વાસ્તવમાં કોની સરકાર બનશે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર