બાંગ્લાદેશમાં તખ્તાપલટઃ શેખ હસીનાનું વડાપ્રધાન પદેથી રાજીનામું, સેનાએ સંભાળી કમાન - Gujjutak
verified-account--v1 આધાર કાર્ડ પર ઘરે બેઠા મેળવો 2 લાખ રૂપિયા સુધીની લોન, જાણો ઓનલાઈન અરજી કરવાની રીત verified-account--v1 ગર્ભાશયમાં ગાંઠ થવાથી કેન્સર થઈ શકે છે? ગાયનેકોલોજીસ્ટ પાસેથી જાણો verified-account--v1 Kutch District Recruitment 2025: Apply Online for NHM Laboratory Technician, Staff Nurse, CHO and More verified-account--v1 ધો. 10 અને 12ના પરિણામને લઈ મોટા સમાચાર, જાણો કયારે થશે બોર્ડની પરીક્ષાનું પરીણામ જાહેર verified-account--v1 મોરબીમાં ટીઆરબી જવાને મળેલું પાકીટ માલિકને પરત કરીને માનવતા બતાવી

બાંગ્લાદેશમાં તખ્તાપલટઃ શેખ હસીનાનું વડાપ્રધાન પદેથી રાજીનામું, સેનાએ સંભાળી કમાન

Bangladesh Prime Minister Sheikh Hasina: ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં ભારે હિંસા ફાટી નીકળી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે.

Author image Gujjutak

Bangladesh Prime Minister Sheikh Hasina: ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં ભારે હિંસા ફાટી નીકળી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. આર્મી ચીફે જણાવ્યું છે કે ટૂંક સમયમાં જ અંતરિમ સરકારની રચના થશે. હાલ બાંગ્લાદેશની સ્થિતિ ચિંતાજનક છે. એવા સમાચાર છે કે તેઓ સેનાના વિશેષ હેલિકોપ્ટર દ્વારા ભારત આવવા માટે રવાના થઈ ગયા છે.

રસ્તાઓ પરથી પોલીસને હટાવી

મિડિયા રિપોર્ટ્સ અનુસાર, મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના નિવાસમાં ઘૂસી ગયા છે. આ દરમિયાન, રાજધાની ઢાકા સહિત દેશભરમાં સેના તૈનાત કરવામાં આવી છે. પોલીસને રસ્તાઓ પરથી હટાવી દેવામાં આવી છે. સત્તારૂઢ અવામી લીગ અને મુખ્ય વિપક્ષી પાર્ટી BNP વચ્ચે આર્મી હેડક્વાર્ટરમાં મોટી બેઠક યોજાઈ હતી.

ઢાકામાં ભારે વિરોધ

દેશવ્યાપી કર્ફ્યુની અવગણના કરીને હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ લૉન્ગ માર્ચ માટે ઢાકામાં એકઠા થયા છે. રવિવારે થયેલી હિંસામાં 100થી વધુ લોકોના મોત થયા હતા, જેમાં 19 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે.

રવિવારે 100થી વધુના મોત

બાંગ્લાદેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે. અનામતના વિરોધમાં રવિવારે થયેલી હિંસામાં 100થી વધુ લોકોના મોત થયા છે. પ્રદર્શકારીઓ રસ્તા પર ઉતરી ગયા હતા. ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને દેશના મોટાભાગના વિસ્તારોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News