ભ્રષ્ટાચાર વિરુદ્ધ ગુજરાત સરકારની કાર્યવાહી: વધુ એક ભ્રષ્ટ 'બાબુ' પર દાદાનો દંડો! લાંચ કાંડમાં ફસાયેલા અધિકારીને ફરજિયાત નિવૃત્તિ

Gujarat Government: ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટાચારના આરોપોને લઈ વધુ એક સરકારી અધિકારી પર કડક પગલા લેવામાં આવ્યા છે.

Author image Aakriti

Gujarat Government: ગુજરાત સરકાર દ્વારા ભ્રષ્ટાચારના આરોપોને લઈ વધુ એક સરકારી અધિકારી પર કડક પગલા લેવામાં આવ્યા છે. સહકારી મંડળીઓના સંયુક્ત રજીસ્ટ્રાર મનોજ લોખંડેને સેવામાંથી મુક્ત કરીને હકાલપટ્ટી કરવામાં આવી છે. તેમની નિવૃત્તિ પહેલા આ પગલું લેવામાં આવ્યું છે, કારણ કે તેમની સામે ચાલી રહેલા ખાતાકીય તપાસમાં ગેરરીતિઓ સામે આવી હતી.

મનોજ લોખંડે વિરુદ્ધ ભૂતકાળમાં એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) દ્વારા લાંચના કેસ નોંધાયા હતા અને તેમને સસ્પેન્ડ પણ કરાયા હતા. છતાં ફરજ પર પાછા આવ્યા બાદ ફરી લાંચ લેવાનો બીજો કેસ થયો. તેમણે પોતાનો હોદ્દાનો દુરુપયોગ કરી ગેરરીતિ આચરતા સરકારને કડક પગલાં લેવાની ફરજ પડી.

સરકારી સેવામાં નિષ્ઠાનો અભાવ અને ઈમાનદારી પૂર્વક કામ ન કરવાના કારણે તેમને અપરિપક્વ નિવૃત આપવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા આ પગલું ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનના ભાગરૂપે લેવાયું છે, જે ચર્ચાનો વિષય બન્યું છે.

મનોજ લોખંડે જ્યારે રાજકોટમાં જિલ્લા રજીસ્ટ્રાર હતા, ત્યારે તેમના વિરુદ્ધ ACBએ લાંચનો ગુનો દાખલ કર્યો હતો. પરંતુ યોગ્ય પુરાવાના અભાવે, નવેમ્બર 2022માં સેશન્સ કોર્ટે તેમને છોડી મૂક્યા હતા. છૂટ્યા બાદ તેમનું પ્રમોશન પણ કરવામાં આવ્યું. પાટણના કોંગ્રેસ ધારાસભ્ય ડો. કિરીટ પટેલે રાજ્ય સરકારને લેખિતમાં રજૂઆત કરીને લોખંડે સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર