સુરત જીલ્લામાં રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમમાં પેરામેડિકલ વર્કર પોસ્ટ માટે પરીક્ષા વગર સીધી ભરતી 2024

NHM Gujarat Recruitment 2024: સુરત જીલ્લામાં રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમમાં પેરામેડિકલ વર્કર પોસ્ટ માટે પરીક્ષા વગર સીધી ભરતી, પગાર 11,000 અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024.

Author image Gujjutak

સુરત જીલ્લામાં રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમમાં  નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પેરામેડિકલ વર્કર ની જગ્યા 11 માસના કરાર આધારિત ભરવા માટે જાહેરાત આપવામાં આવેલ છે. ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 11 માર્ચ 2024 થી 31 માર્ચ 2024 દરમ્યાન ઓનલાઈન અરજી કરી શકે છે. પેરામેડિકલ વર્કરની આ જગ્યા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત, અનુભવ, ઉંમર મર્યાદા અને પગાર ધોરણ વિશે વિગતવાર માહિતી નીચે જણાવેલ છે.

આ ભરતીમાં પેરામેડિકલ વર્કરની કુલ 3 જગ્યાઓ જેમાં 1 જગ્યા સુરત અર્બન હેલ્થ સેન્ટર, 1 જગ્યા ઓલપાડ તાલુકામાં અને 1 જગ્યા માંડવી (સુરત) તાલુકાની છે.

પેરામેડિકલ વર્કરની પોસ્ટ માટે ઉમેદવારી નોંધાવવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવોજોઈએ જેમાં (1) હાઇસ્કૂલ/હાયરસેકન્ડરી સાથે પી.એમ.ડબલ્યુ. (લેપ્રસી) ટ્રેનિંગ કમ્પ્લીસન સર્ટિફિકેટ અથવા એમ.એસ.ડબલ્યુ તેમજ કોમ્પ્યુટર ની જાણકારી હોવી જોઈએ. (2) બી.એસ.સી. સાથે આરોગ્ય ક્ષેત્રમાં ત્રણ વર્ષનો અનુભવ તેમજ કમ્પ્યુટર ની જાણકારી

પેરામેડિકલ વર્કરની પોસ્ટ માટે ઉમેદવારી કરી રહેલ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 40 વર્ષ વચ્ચે હોવું જોઈએ.

આ ભરતીમાં ઉમેદવારનો સિલેક્શન ઇન્ટરવ્યૂ આધારે અથવા તો મેરીટ ના આધારે કરવામાં આવશે.

આ ભરતીમાં પેરામેડિકલ વર્કરની પોસ્ટ માટે સિલેક્ટ થયેલો ઉમેદવારને દર મહિને 11000 રૂપિયા પગાર ચૂકવવામાં આવશે.

જે ઉમેદવાર અરજી કરવા ઈચ્છે છે તે 31 માર્ચ 2024 પહેલા arogyasathi.gujarat.gov.in પર જઇ અરજી કરવાની અરજી કરવાની રહેશે.

અહીં ખાસ ધ્યાન લેવું કે ઉમેદવારે ફક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે અન્ય માધ્યમ જેવા કે આર પી એ ડી સ્પીડ પોસ્ટ કુરિયર કે સાદી ટપાલ દ્વારા કરવામાં આવેલ અરજીઓ માન્ય રહેશે નહીં.

Surat Paramedical Worker Recruitment 2024 Notification PDF

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર