reliance bonus share: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દ્વારા દિવાળી પહેલા કંપનીના 37 લાખ શેરહોલ્ડર્સને મોટી ભેટ મળવા જઈ રહી છે. કંપનીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી છે, અને તેના માટે 28 ઑક્ટોબર 2024ની રેકોર્ડ ડેટ નક્કી કરી છે. આનો અર્થ છે કે જે શેરહોલ્ડર્સ પાસે આ તારીખે રિલાયન્સના શેર હશે, તેઓને બોનસ શેર મળશે. રિલાયન્સે સ્ટોક એક્સચેન્જમાં આપેલી માહિતી મુજબ, 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપવામાં આવશે.
આ સાથે, 29 ઓગસ્ટ 2024ના રોજ થયેલી વાર્ષિક સામાન્ય બેઠકમાં, મુકેશ અંબાણીએ બોનસ શેરની જાહેરાત કરી હતી. 5 સપ્ટેમ્બર 2024ના રોજ, રિલાયન્સના બોર્ડે આ બોનસ ને મંજૂરી આપી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સ્ટોક એક્સચેન્જમાં જણાવ્યું છે કે કંપનીને શેરધારકો પાસેથી બોનસ માટે મંજૂરી મળી ગઈ છે, અને 28 ઑક્ટોબરે રેકોર્ડ ડેટ નક્કી કરાઈ છે.
રિલાયન્સના શેરની સ્થિતિ
રિલાયન્સના શેરની હાલની સ્થિતિની જો વાત કરીએ, તો એચડીએફસી સિક્યોરિટીઝે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને ‘એડ’ રેટિંગ આપીને 3,350 રૂપિયાના ટાર્ગેટની ભલામણ કરી છે. નોમુરાએ આ શેર માટે 3,450 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કરીને ‘બાય’ રેટિંગ આપી છે. CLSEએ 3,300 રૂપિયાના ટાર્ગેટ સાથે 'આઉટપરફોર્મ' રેટિંગ જાળવી રાખ્યું છે, અને યુબીએસે 3,250 રૂપિયાના ટાર્ગેટ સાથે ‘બાય’ની ભલામણ કરી છે.
નફામાં ઘટાડો
તાજેતરમાં, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે તેના ક્વાર્ટર લીપર્ફોમન્સની જાહેરાત કરી હતી, જેમાં કંપનીના કુલ નફામાં લગભગ 5% ની ઘટાડો નોંધાયો છે. આ ઘટાડાનું મુખ્ય કારણ તેનાં ઓઈલ રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ સેગમેન્ટનું નબળું પરફોર્મન્સ છે, જેના કારણે કંપનીનો નફો ઓછો થયો છે.
દિવાળી પહેલા બોનસ શેરની જાહેરાત સાથે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના 37 લાખ શેરહોલ્ડર્સમાં આનંદની લહેર છે. 28 ઑક્ટોબરે જે લોકો કંપનીના શેરહોલ્ડર્સ હશે, તેઓ આ બોનસ શેરના હકદાર બનશે, જેનાથી રોકાણકારો માટે એક સારા રિટર્નનો મોકો બનશે.