ડ્રાઇવિંગ લાઇસન્સ એ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે તમને કાયદેસર રીતે વાહન ચલાવવાની મંજૂરી આપે છે. જો કે, આ લાયસન્સ ચોક્કસ સમયગાળા માટે જ માન્ય હોય છે, અને તેની સમયસીમા સમાપ્ત થયા પછી તેને રિન્યુ કરાવવું જરૂરી છે. જો તમે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરાવવાનું વિચારી રહ્યા છો, તો તમારે RTOના ધક્કા ખાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા ઓનલાઈન જ આ કામ કરી શકો છો.
ભારતમાં, ડ્રાઇવિંગ લાઇસન્સ 40 વર્ષ માટે માન્ય હોય છે. 40 વર્ષ પછી, તે 10 વર્ષ માટે માન્ય રહે છે, અને ત્યારબાદ દર 5 વર્ષે તેને રિન્યુ કરાવવું પડે છે. જો તમે તમારું લાયસન્સ સમયસર રિન્યુ નહીં કરાવો, તો તમારે દંડ ભરવો પડી શકે છે.
ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરવાની ઓનલાઈન પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તમારે ફક્ત પરિવહન વિભાગની વેબસાઇટ પર જવાનું છે અને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું છે. તમારે તમારા ફોટો અને સહી અપલોડ કરવાના રહેશે, અને ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે.
ડ્રાઈવિંગ લાયસન્સ ઓનલાઈન રિન્યુઅલ માટે જરૂરી દસ્તાવેજો
- ડ્રાઇવિંગ લાઇસન્સ
- આધાર કાર્ડ
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- સહી
ડ્રાઈવિંગ લાયસન્સ ઓનલાઈન રિન્યુ કરવાની પ્રક્રિયા
- પરિવહન વિભાગની વેબસાઇટ પર જાઓ.
- "ઓનલાઈન અરજી" વિકલ્પ પસંદ કરો.
- "ડ્રાઇવિંગ લાઇસન્સ સંબંધિત સેવાઓ" પર ક્લિક કરો.
- તમારું રાજ્ય પસંદ કરો.
- "Select Service on Driving Licence" પર ક્લિક કરો.
- અરજી ફોર્મ ભરો અને "નેક્સ્ટ" પર ક્લિક કરો.
- જન્મ તારીખ, લાઇસન્સ નંબર અને અન્ય વિગતો ભરો.
- "રિન્યુઅલ" વિકલ્પ પર ક્લિક કરો.
- તમારો ફોટો અને સહી અપલોડ કરો.
- ઓનલાઈન પેમેન્ટ કરો.
ડ્રાઈવિંગ લાયસન્સ ઓનલાઈન રિન્યુ ફી
- સમયસર રિન્યુઅલ ફી: 400 રૂપિયા
- એક્સપાયરી તારીખના એક મહિના પછી રિન્યુઅલ ફી: 1500 રૂપિયા સુધી
જો તમે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરાવવાનું વિચારી રહ્યા છો, તો ઓનલાઈન પ્રક્રિયા તમારા માટે બેસ્ટ વિકલ્પ છે. આ પ્રક્રિયા સરળ અને ઝડપી છે, અને તમે ઘરે બેઠા જ આ કામ કરી શકો છો.
online driving license renewal RTO ઓનલાઈન ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યુ Driving Licence