GPSC DySO Mains Exam: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર (DySO) વર્ગ-3ની GPSC પ્રિલિમ્સ 2023નું પરિણામ 18 માર્ચ, 2024ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આ પ્રથમિક કસોટી GPSC દ્વારા 15 ઓક્ટોબર, 2023ના રોજ લેવામાં આવી હતી. હવે GPSC દ્વારા DySO ની મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેરાત ક્રમાંક 42/2023-24 હેઠળ DySO પોસ્ટ માટેની મુખ્ય પરીક્ષા જુલાઈ મહિનામાં યોજાશે.
GPSC કાર્યક્રમ અનુસાર આગળ વધશે
પ્રિલિમ પરીક્ષાના પરિણામ બાદ કેટલાક પ્રશ્નોમાં સુધારા હતા, જેના કારણે કેટલાક ઉમેદવારોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. હજી સુધી હાઇકોર્ટ તરફથી કોઈ ઑફિશિયલ આદેશ આવ્યો નથી. GPSC દ્વારા જાહેરાત કરેલા કાર્યક્રમ પ્રમાણે જ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે.
Dyso ની મેન્સ ની પરીક્ષા તારીખ 23, 24, 25 ,26 જુલાઈના રોજ યોજાશે. 127 પોસ્ટ માટે 4200 ઉમેદવાર આપશે પરીક્ષા
— Deepak rajani (@deepakrajani123) June 13, 2024
127 પોસ્ટ માટે મુખ્ય પરીક્ષા
નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-3ની 127 જગ્યાઓ માટે 15 ઓક્ટોબર, 2023ના રોજ યોજાયેલી પ્રાથમિક કસોટીનું પરિણામ 18 માર્ચ, 2024ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં કુલ 3342 ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે પસંદ કરવામાં આવ્યા છે.
મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ
- 23 જુલાઈ: ગુજરાતી ભાષા
- 24 જુલાઈ: અંગ્રેજી ભાષા
- 25 જુલાઈ: સામાન્ય અભ્યાસ - 1
- 26 જુલાઈ: સામાન્ય અભ્યાસ - 2
મુખ્ય પરીક્ષા માટે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, અને GPSC કાર્યક્રમ મુજબ જ આગળ વધશે.