ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: 2005 પહેલા પસંદગી પામેલા કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ મળશે

Employees selected before 2005 will get the benefit of the old pension scheme: ગુજરાત સરકારે જૂની પેન્શન યોજનાને લાગુ કરવાની જાહેરાત કરી છે, જેમાં નાણાં વિભાગે સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે.

Author image Aakriti

Employees selected before 2005 will get the benefit of the old pension scheme: ગુજરાત સરકારે જૂની પેન્શન યોજનાને લાગુ કરવાની જાહેરાત કરી છે, જેમાં નાણાં વિભાગે સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે. આ મુજબ, 1 એપ્રિલ 2005 પહેલા પસંદગી પામેલા અને ફિક્સ પગારમાં નિમણૂંક પામેલા કર્મચારીઓને હવે જુની પેન્શન યોજનાનો લાભ મળશે.

વિગતવાર ઠરાવ


60,245 કર્મચારીઓ માટે સારા સમાચાર

રાજ્યના વિવિધ વિભાગોમાં કાર્યરત અંદાજે 60,245 જેટલા અધિકારી-કર્મચારીઓ, જેમણે પોતાની નિમણૂક 1 એપ્રિલ 2005 પહેલાંની ફિક્સ પે પદ્ધતિ હેઠળ મેળવી છે, તેમની માંગણીને ગુજરાત સરકાર દ્વારા માન્ય રાખવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી, તે કર્મચારીઓને એક વખતનો વિકલ્પ મળશે, જે તેમને જૂની પેન્શન યોજના પસંદ કરવાની મંજૂરી આપશે.

જૂની પેન્શન યોજનાના ફાયદા

જૂની પેન્શન યોજના હેઠળ નિવૃત્તિ પછી કર્મચારીના પગારનો અડધો ભાગ પેન્શન રૂપે મળશે. આ પેન્શનનો હિસાબ કર્મચારીના છેલ્લાં મૂળ પગાર અને મોંઘવારી ભથ્થા પર આધારિત રહેશે. ઉપરાંત, આ સ્કીમ હેઠળ પેન્શનનો ભંડોળ સરકારની તિજોરીમાંથી ચુકવવામાં આવશે. આ સાથે કર્મચારીઓને 20 લાખ રૂપિયાની ગ્રેચ્યુઈટીની રકમ પણ આપવામાં આવશે અને નિવૃત્ત કર્મચારીના મૃત્યુ પછી તેના પરિવારમાંથી સભ્યને પેન્શન મળે તેવી જોગવાઈ કરવામાં આવી છે.

આ નિર્ણયથી સરકારના જૂના કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે, અને તે તેમની આર્થિક સુરક્ષા માટે ઉપયોગી સાબિત થશે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર