hardik pandya and natasa news: ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના લગ્નજીવનની ચર્ચાઓ વધી રહી છે. એવી અટકળો છે કે તેમની મેરિડ લાઇફમાં તણાવ ચાલી રહ્યો છે અને ડિવોર્સની શક્યતાઓ સામે આવી રહી છે. હાર્દિક અને નતાશાએ આ અંગે હજી સુધી કોઈ જાહેર પ્રતિક્રિયા આપી નથી.
તાજેતરમાં જ નતાશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હાર્દિક સાથેના વેડિંગ ફોટા ફરીથી પોસ્ટ કર્યા. આ કારણે ચાહકોમાં ખુશીની લહેર ફેલાઈ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે બંને વચ્ચેના મતભેદો હવે ખતમ થઈ ગયા છે.
નતાશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાના પેટ ડોગની ફોટો શેર કરી છે. ડોગીએ પાંડા ચિત્રવાળા સ્વેટર પહેર્યો છે. ફોટો સાથે નતાશાએ લખ્યું - "Baby Rover Pand(y)a". ડિવોર્સની અટકળો વચ્ચે નતાશાએ પંડ્યા સરનેમનો ઉપયોગ કરવાથી ચાહકો માને છે કે તે હાર્દિકથી અલગ થઈ નથી.
લોકોનું માનવું છે કે નતાશા હાલ હાર્દિકના ઘરમાં રહે છે. નતાશાએ લિફ્ટની કેટલીક તસવીરો શેર કરી છે જે હાર્દિકના ઘરની લિફ્ટ હોવાનો અનુમાન છે. હાર્દિક અને નતાશાના સંબંધ વિશેની સત્ય વાત શું છે તે તો તેઓ જ જાણી શકે છે.
હાર્દિક અને નતાશાએ 2020માં ગુપ્ત લગ્ન કર્યા હતા. 2023ના ફેબ્રુઆરીમાં તેમણે ગ્રાન્ડ વેડિંગ પણ કર્યું. આ ઉપરાંત નતાશાએ 2020માં તેમના પુત્ર અગસ્ત્યને જન્મ આપ્યો.
ચાહકો હાર્દિક અને નતાશાની તરફથી તેમના લગ્નજીવન વિશેની સત્યતા જાણવાની રાહ જોઈ રહ્યા છે.