યૂટ્યૂબ પર T-Seriesની બાદશાહત ખતમ, MrBeast ચેનલ બની નંબર 1 - Gujjutak
◉ ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે ◉ ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા ◉ ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે ◉ આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ ◉ IPL Cheerleaders Salary: કેટલો હોય છે IPL ચીયરલીડર્સનો પગાર? કઈ ફ્રેન્ચાઈઝી આપે છે સૌથી વધુ સેલરી?

યૂટ્યૂબ પર T-Seriesની બાદશાહત ખતમ, MrBeast ચેનલ બની નંબર 1

Youtube No 1 Channel MrBeast: 26 વર્ષના જીમી ડોનાલ્ડસનની MrBeast ચેનલ હવે YouTube પર સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી ચેનલ બની છે.

Author image Gujjutak

Youtube No 1 Channel MrBeast: 26 વર્ષના જીમી ડોનાલ્ડસનની MrBeast ચેનલ હવે YouTube પર સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી ચેનલ બની છે. MrBeast ચેનલના સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા T-Series કરતા વધુ થઈ ગઈ છે. જીમી ડોનાલ્ડસને આ ખુશખબરની જાહેરાત પોતાના X એકાઉન્ટ પરથી કરી છે.

26 વર્ષના યુવાન જીમી ડોનાલ્ડસન દ્વારા ચલાવાતી MrBeast ચેનલે YouTube પર ઈતિહાસ રચ્યો છે. T-Series, જે પહેલાથી સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી ચેનલ હતી, તેને પાછળ રાખી MrBeast હવે નંબર 1 પર આવી ગઈ છે.

2005માં શરૂ થયેલ YouTube, વિશ્વભરમાં મનોરંજનનું મલક બની ગયું છે. અહીં વિવિધ પ્રકારના વિડિઓઝ ઉપલબ્ધ છે અને લોકોએ આ પ્લેટફોર્મ પરથી કરોડોની કમાણી પણ કરી છે. MrBeastની ચેનલ હવે સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં સૌથી આગળ છે.

MrBeast એ YouTube પર સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી ચેનલ છે. 26 વર્ષના જીમી ડોનાલ્ડસન દ્વારા સંચાલિત આ ચેનલ પર હવે 267 મિલિયન એટલે કે 26.7 કરોડ સબ્સ્ક્રાઇબર્સ છે. આ ચેનલ પર અત્યાર સુધીમાં 798 વિડિઓઝ અપલોડ થયા છે.


T-Series પાસે હાલ 266 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. ભલે T-Series હવે નંબર 1 નથી, તે હજુ પણ બીજા નંબર પર છે. T-Series ભારતની સૌથી લોકપ્રિય મ્યુઝિક વિડિઓ કંપની છે અને તેના પર અત્યાર સુધીમાં 21 હજારથી વધુ વિડિઓઝ અપલોડ થયા છે.


જીમી ડોનાલ્ડસને તેની X પોસ્ટમાં પ્યૂડીપાઈનો પણ ઉલ્લેખ કર્યો છે. પ્યૂડીપાઈ પણ એક પ્રસિદ્ધ YouTube ચેનલ છે, જેની પાસે 111 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. T-Seriesએ પ્યૂડીપાઈને હરાવીને નંબર 1 સ્થાન પ્રાપ્ત કર્યું હતું, અને હવે MrBeast એ આ સ્થાન મેળવ્યું છે.

જીમી ડોનાલ્ડસને પોતાની X પોસ્ટમાં લખ્યું, "6 વર્ષ પછી અમે આખરે પ્યૂડીપાઈનો બદલો લીધો છે."

આ સમાચાર સાથે સ્પષ્ટ છે કે MrBeast હવે YouTube પર રાજ કરી રહી છે અને જીમી ડોનાલ્ડસન તેની આ સફળતાથી ખૂબ ખુશ છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News