આજથી લાગુ થઇ RBIની Express Cheque Clearing System, હવે ચેક ક્લીયર થશે થોડા કલાકોમાં

RBI એ આજથી Express Cheque Clearing System લાગુ કરી છે. હવે, Check Clearanceમાં 1-2 દિવસ નહીં, પણ ફક્ત થોડા કલાકો લાગશે.

આજથી ચેક ક્લીયર થવામાં 2 દિવસને બદલે થોડા કલાકોમાં થશે ચેક ક્લીયર

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ આજથી એટલે કે 4 ઓક્ટોબર 2025 થી દેશની બેંકિંગ સિસ્ટમમાં મોટો ફેરફાર કર્યો છે. અત્યાર સુધી ચેક ક્લિયરન્સમાં 1-2 દિવસ લાગતા હતા, પરંતુ નવી સિસ્ટમ હેઠળ, ચેક થોડા કલાકોમાં ક્લિયર થઈ જશે. આને એક્સપ્રેસ ચેક ક્લિયરન્સ સિસ્ટમ (Express Cheque Clearing System) નામ આપવામાં આવ્યું છે.

નવી સિસ્ટમ અનુસાર, સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી જમા કરાયેલા તમામ ચેકની ફોટાઓ અને ડેટા તાત્કાલિક સ્કેન કરવામાં આવશે અને ક્લિયરિંગ હાઉસને મોકલવામાં આવશે. આ પછી, ક્લિયરિંગ હાઉસને સાંજે 7 વાગ્યા સુધીમાં બેંક પાસેથી પુષ્ટિ મેળવવી પડશે. જો બેંક સમયસર જવાબ નહીં આપે, તો ચેક આપમેળે ક્લિયર થઈ જશે.

નવી સિસ્ટમ બે તબક્કામાં લાગુ કરવામાં આવશે

પ્રથમ તબક્કો (4 ઓક્ટોબર 2025 થી 2 જાન્યુઆરી 2026): આ સમયગાળા દરમિયાન બેંકો પાસે ચેકની પુષ્ટિ કરવા માટે સાંજે ૭ વાગ્યા સુધીનો સમય હશે.

બીજો તબક્કો (3 જાન્યુઆરી 2026 થી): આ તબક્કામાં બેંકોને ફક્ત ત્રણ કલાકની અંદર ચેક પ્રોસેસ કરવા પડે છે. ઉદાહરણ તરીકે, જો ચેક સવારે 10 વાગ્યે પ્રોસેસ કરવામાં આવે છે, તો તે બપોરે 2 વાગ્યા સુધીમાં ક્લિયર થઈ જવો જોઈએ.

શરૂઆતમાં, આ સિસ્ટમ દિલ્હી, મુંબઈ અને ચેન્નાઈ જેવા મુખ્ય શહેરોના ક્લિયરિંગ ગ્રીડમાં લાગુ કરવામાં આવશે. બાદમાં, તેનો સમગ્ર દેશમાં વિસ્તાર કરવામાં આવશે.

ગ્રાહકો અને વ્યવસાયો માટે લાભો

RBI માને છે કે Express Cheque Clearing Systemના અમલીકરણથી બેંકિંગ સેવાઓની ગુણવત્તા અને વિશ્વસનીયતામાં વધારો થશે.

  • ગ્રાહકોને તાત્કાલિક ચુકવણી મળશે.
  • અનિશ્ચિતતા ઓછી થશે.
  • વ્યવસાયોના રોકડ પ્રવાહનું વધુ સારું સંચાલન શક્ય બનશે.

વધુમાં, RBI એ મોટા Amountના ચેક માટે Positive Pay System ફરજિયાત કરી છે. આના માટે ગ્રાહકે બેંકને અગાઉથી ચેક માહિતી પૂરી પાડવી જરૂરી છે. આ છેતરપિંડી અને ખોટા ચેક ક્લિયરન્સનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડે છે.

શું કહેવું છે RBI નું?

RBIએ ગ્રાહકોને ચેક ભરતી વખતે સાચી માહિતી દાખલ કરવાની અને તેમના ખાતામાં પૂરતું બેલેન્સ જાળવવાની સલાહ આપે છે. જેથી સુરક્ષિત વ્યવહારો સુનિશ્ચિત કરી શકાય અને ચેક ક્લિયરન્સ પ્રક્રિયા દરમિયાન કોઈપણ મુશ્કેલી ન રહે.

Rate this post