EPFO 5 New Rules: EPFO ના આ નવા નિયમથી કર્મચારીઓને ઘણા બધા ફાયદા થશે, આ નિર્ણયથી કર્મચારીઓના નિવૃત્તિ ભંડોળને વધુ મજબૂત બનાવશે. આ નવા નિયમોથી PF Account ધારકોને વધુ સુવિધાઓ આપવા માટે તૈયાર કરવામાં આવેલ છે.
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ તેના કરોડો સબ્સ્ક્રાઇબર્સ માટે 5 મોટા નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે, જે 2025થી અમલમાં આવશે. આ નિયમોનો હેતુ કર્મચારીઓને વધુ સુવિધાઓ પ્રદાન કરવાનો છે અને તેમના નિવૃત્તિ ભંડોળના સંચાલનને વધુ અસરકારક બનાવવા માટે છે. ખાનગી તેમજ સરકારી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ નિયમો વિશેષ ફાયદાકારક સાબિત થશે. ચાલો જાણીએ આ 5 નવા નિયમો વિશે વિગતવાર.
PF એકાઉન્ટના 5 નવા નિયમો
1. ATMથી PF ઉપાડવાની નવી સુવિધા
EPFO પોતાની નવી સેવાઓ હેઠળ પીએફ ઉપાડ (PF withdrawal)ને સરળ બનાવવા માટે ATM કાર્ડ લોન્ચ કરશે. આ સુવિધા 2025-26 સુધી અમલમાં આવશે. સબ્સ્ક્રાઇબર્સ 24/7 પીએફ ઉપાડી શકશે, જે અત્યાર સુધી 7-10 દિવસ લેતી પ્રક્રિયાને ઝડપભરી બનાવી દેશે.
2. EPF યોગદાન મર્યાદામાં ફેરફાર
હાલમાં કર્મચારીઓ તેમના મૂળ પગારના 12% યોગદાન આપે છે. હવે સરકાર વાસ્તવિક પગારના આધારે યોગદાન લેવા પર વિચાર કરી રહી છે. આ ફેરફારથી નિવૃત્તિ બાદ મોટું ભંડોળ એકઠું થવાની સાથે વધુ પેન્શનનો લાભ મળી શકે છે.
3. IT સિસ્ટમ અપગ્રેડ
EPFO IT ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવા પર કાર્ય કરી રહ્યું છે, જે 2025 સુધી પૂર્ણ થશે. આથી દાવાઓની પ્રક્રિયા ઝડપી થશે, પારદર્શિતા વધશે અને છેતરપિંડીના કેસો ઘટશે.
4. ઇક્વિટીમાં રોકાણની મંજૂરી
EPFO પીએફ ધારકોને ઇક્વિટીમાં રોકાણની તક આપશે. આ સેવાથી નિવૃત્તિ ભંડોળ પર વધુ વળતર મળશે અને ભવિષ્ય માટે સારી રોકાણની તક ઉભી થશે.
5. પેન્શન ઉપાડની સરળતા
નવી માર્ગદર્શિકા મુજબ પેન્શનધારકો કોઇપણ બેંકમાંથી વધારાની પ્રક્રિયા વિના તેમનું પેન્શન ઉપાડી શકશે. આથી સમય બચશે અને પેન્શન ઉપલબ્ધિ વધુ સરળ બનશે.
આ નિયમોથી કર્મચારોને શું લાભ થશે?
આ નવા પગલાઓ EPFOના સબ્સ્ક્રાઇબર્સ માટે વ્યવસાયિક સરળતા વધારશે, ભવિષ્ય માટે વધુ મજબૂત ભંડોળ ઉભું કરશે અને પેન્શનધારકોના જીવનમાં સહજતા લાવશે.
કર્મચારીઓ માટે આ નવા નિયમોનું મહત્વ એટલું છે કે તે નિવૃત્તિ ભંડોળના પ્રબંધનને વધુ મજબૂત બનાવે છે અને કર્મચારીઓના ભવિષ્યને સુરક્ષિત કરે છે.