ગરમી ભૂલી જાઓ! ગુજરાતના આ વિસ્તારોમાં પડશે વરસાદ, જાણો હવામાનની આગાહી

Gujarat Weather Report: કાળઝાળ ગરમીથી પરેશાન ગુજરાતને હવે રાહત મળશે, કારણ કે આગામી દિવસોમાં વરસાદની સંભાવના છે.

Author image Gujjutak

Gujarat Weather Report: કાળઝાળ ગરમીથી પરેશાન ગુજરાતને હવે રાહત મળશે, કારણ કે આગામી દિવસોમાં વરસાદની સંભાવના છે. અમદાવાદ હવામાન વિભાગે જણાવ્યા મુજબ, આગામી સપ્તાહમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી

આગામી સપ્તાહ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે. હવામાન વિભાગે જણાવી છે કે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ-દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની સંભાવના છે. બાકીના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે.

અંબાલાલ પટેલની આગાહી

હવામાન વિશેષજ્ઞ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, "ચોમાસું હવે દેશભરમાં પ્રવેશી ગયું છે અને વરસાદી માહોલ તલપાપડ છે. ગુજરાતમાં આ વર્ષે સારો એવો વરસાદ થવાની શક્યતા છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે."

ગુજરાતમાં કયાં આવશે વરસાદ?

આગામી દિવસોમાં, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. અન્ય વિસ્તારોમાં હવામાન શુષ્ક રહેશે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યના મુખ્ય શહેરો અને કચ્છ-સૌરાષ્ટ્રમાં આગામી સપ્તાહ દરમિયાન હવામાન શુષ્ક રહેશે. દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં ગરમીમાંથી રાહત મળવા અને વરસાદી માહોલ શરૂ થવાના સમાચાર રાજ્ય માટે ખુશીની વાત છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર