નોકરી માંગતા TET- TAT પાસ ઉમેદવારોને પોલીસે રાજમાર્ગ ઉપર ઢસડયા - Gujjutak
verified-account--v1 GSEB HSC Result 2025: ધોરણ 12 પરિણામને લઈને મોટા સમાચાર, અહીંથી જાણો રિઝલ્ટ ક્યારે જાહેર થશે અને કેવી રીતે અને ક્યાંથી ચેક કરવું @gseb.org verified-account--v1 આધાર કાર્ડ પર ઘરે બેઠા મેળવો 2 લાખ રૂપિયા સુધીની લોન, જાણો ઓનલાઈન અરજી કરવાની રીત verified-account--v1 ગર્ભાશયમાં ગાંઠ થવાથી કેન્સર થઈ શકે છે? ગાયનેકોલોજીસ્ટ પાસેથી જાણો verified-account--v1 Kutch District Recruitment 2025: Apply Online for NHM Laboratory Technician, Staff Nurse, CHO and More verified-account--v1 ધો. 10 અને 12ના પરિણામને લઈ મોટા સમાચાર, જાણો કયારે થશે બોર્ડની પરીક્ષાનું પરીણામ જાહેર

નોકરી માંગતા TET- TAT પાસ ઉમેદવારોને પોલીસે રાજમાર્ગ ઉપર ઢસડયા

ગાંધીનગર: મંગળવારે રાજ્યભરમાં વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શનો અને આંદોલનો જોવા મળ્યા. ખાસ કરીને કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે આંદોલન કરી રહેલા TET- TAT પાસ ઉમેદવારોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી તો કેટલીક જગ્યાએ વિરોધ કરી રહેલ ઉમેદવારો પર બેરહેમી બરત મામા આવી હતી હતી.

Author image Gujjutak

"દર વર્ષે 15 જૂન આસપાસ કાયમી શિક્ષકોની ભરતી થશે" તેવું શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું, પરંતુ રાજ્યમાં હજારો ખાલી જગ્યાઓ હોવા છતાં કાયમી ભરતી થતી નથી. આથી, મેરિટ હોવા છતાં કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતીથી TET- TAT પાસ ઉમેદવારોમાં રોષ ફેલાયો છે.

ગાંધીનગરમાં મંગળવારે થયેલા આંદોલન દરમિયાન, પોલીસ દ્વારા ઉમેદવારોને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. રસ્તાઓ પર બેરહેમીથી દબાવી દેવાની ઘટના પર રાજ્યભરમાં આક્રોશ ફાટી નીકળ્યો. રોજગારની માંગ સાથે અનેક ઉમેદવારો અને તેમના આગેવાનો એ આંદોલન ચાલુ રાખવાની અને કાયમી શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી લડત જારી રાખવાની ચીમકી ઉચ્ચારી.

વિવિધ શહેરોમાં વિરોધની અસર

રાજકોટમાં અગ્નિકાંડના પીડિત પરિવારો, જૂનાગઢમાં ગોંડલ ધારાસભ્યના પુત્ર દ્વારા અપહરણના કેસમાં દલિતો દ્વારા વિરોધ, વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અનામત વિરુદ્ધ પ્રદર્શન તેમજ અન્ય અનેક રાજકીય અને સામાજિક મુદ્દાઓને લઈને પ્રદર્શનો થયા.

ગાંધીનગરમાં કડક સુરક્ષા વ્યવસ્થા

TET- TAT પાસ ઉમેદવારોની વિરોધ રેલીને ધ્યાનમાં રાખીને સચિવાલયમાં કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. સચિવાલયમાં પ્રવેશવું અભિમન્યુના કોઠા સમાન હતું. પોલીસ દ્વારા દરેક માર્ગ પર કડક તપાસ અને પુછપરછને કારણે સામાન્ય નાગરિકોમાં પણ ડર અને રોષ જોવા મળ્યો.

અન્ય વિવાદ અને પ્રદર્શન

સુરત, વડોદરા અને પાટણ સહિતના શહેરોમાં વિવિધ મુદ્દાઓને લઈને પ્રદર્શનો થયા. જેમ કે, સુરતમાં વ્યાભિચારના આક્ષેપો સામે સ્વામિનારાયણ સાધુઓના વિરોધમાં હરિભક્તો દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્રો આપવામાં આવ્યા. પાવાગઢમાં જૈન પ્રતિમાઓને ખસેડવા મુદ્દે જૈન સમાજમાં રોષ અને જૂનાગઢમાં મહારાજા ફિલ્મના વિરોધમાં વૈષ્ણવ સંપ્રદાયના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.

મંગળવારને સરકાર વિરુદ્ધ વિરોધ અને ન્યાયની માંગ માટેનું પ્રદર્શન તરીકે ઓળખવામાં આવ્યું, જેમાં રાજયભરના લોકોની નારાજગી પ્રદર્શિત થઈ.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News