ગુજરાતમાં મંત્રીમંડળના ફેરફારોની ચર્ચાઓ વચ્ચે, બનાસકાંઠા બેઠક પરથી ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરે 31 જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત કરી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ગુજરાતના બોર્ડરના ત્રણ જિલ્લાઓ- બનાસકાંઠા, કચ્છ, અને પાટણ માટે કેન્દ્ર સરકારની બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ (BADP) હેઠળ મળતી ગ્રાન્ટ ફરી શરૂ કરવા અંગે હતો, જે 2020થી બંધ છે. ગેનીબેન ઠાકોરે આ ગામોને ફરીથી ગ્રાન્ટ મળવી જોઈએ અને નવા ગામોને બોર્ડર એરિયામાં ઉમેરવા માંગ કરી.
ગેનીબેન ઠાકોર કોણ છે?
ગેનીબેન ઠાકોર ગુજરાતના પ્રભાવશાળી કોંગ્રેસ નેતા છે. 2024ની લોકસભા ચૂંટણીમાં તેઓએ બનાસકાંઠા બેઠકથી જીત મેળવી હતી. તેઓએ 2012માં વિધાનસભા ચૂંટણીમાં હાર્યા હતા, પરંતુ 2017માં વાવ સીટ પરથી જીત મેળવી. ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહ્યા છે.
ગેનીબેનનું જીવન અને રાજકીય સફર
ગેનીબેન ઠાકોરનો જન્મ 1975માં થયો હતો. તેમણે 10માં ધોરણ પહેલાં જ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ચૂંટણી જીતી હતી. 2017માં ધારાસભ્ય બન્યા પછી, તેઓએ કેટલાક વિવાદાસ્પદ નિવેદનો આપ્યા. 2022ની વિધાનસભા ચૂંટણી જીત્યા પછી, ગેનીબેન બનાસકાંઠાના મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યા.
ભાજપને કિલિન સ્વીપ કરતા રોક્યું
2024ની લોકસભા ચૂંટણીમાં, ગેનીબેન ઠાકોરે બનાસકાંઠામાં કોંગ્રેસ માટે મોટી જીત મેળવી. ગેનીબેન ઠાકોરને 6 લાખ 71 હજાર મત મળ્યા, જ્યારે ભાજપના રેખાબેન ચૌધરીને 6 લાખ 41 હજાર મત મળ્યા હતા.