
nps scheme: નાણાકીય સુરક્ષાની જરુરિયાત નિવૃત્તિ પછી વધુ મહત્વ પામે છે, અને આ માટે પ્રારંભિક આયોજન અનિવાર્ય છે.
નાણાકીય સુરક્ષાની જરુરિયાત નિવૃત્તિ પછી વધુ મહત્વ પામે છે, અને આ માટે પ્રારંભિક આયોજન અનિવાર્ય છે. ખાસ કરીને, જો તમે તમારી નિવૃત્તિ પેન્શનને વધારવા માંગતા હો, તો કેન્દ્ર સરકારની નેશનલ પેન્શન સ્કીમ (NPS) તમારી માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. NPSના માધ્યમથી, તમે નિવૃત્તિ પછી દર મહિને ₹1 લાખ અથવા તેનાથી વધુનું પેન્શન મેળવી શકો છો.
NPS (National Pension System) ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી એક રોકાણ યોજના છે, જે ખાસ કરીને નિવૃત્તિ પછી માટે નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ યોજનામાં સરકાર અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ બંને માટે રોકાણના વિકલ્પો ઉપલબ્ધ છે.
NPS દ્વારા તમે બજાર આધારિત રિટર્ન મેળવી શકો છો અને તે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા સંચાલિત થાય છે. NPS ખાતું પોર્ટેબલ છે, એટલે કે તમે દેશના કોઈપણ ખૂણેથી તેનો લાભ લઈ શકો છો.
જો તમે 35 વર્ષની ઉંમર સુધી NPSમાં રોકાણ શરૂ કરો છો, તો તમારું રોકાણ ઈક્વિટી અને અન્ય ફંડ્સમાં વધારે પ્રમાણમાં થાય છે, જે 75% સુધી હોઈ શકે છે. જોકે, ઉંમર વધતા આ ફાળો ધીમે ધીમે ઘટે છે. 35 વર્ષની ઉંમરે NPSમાં રોકાણ શરૂ કરવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, કારણ કે તમને લાંબા ગાળાના રોકાણથી વધુ લાભ મળે છે.
આવી રકમ મેળવવા માટે તમારે એક ચોક્કસ યોજના અનુસાર રોકાણ કરવું પડશે. ઉદાહરણ તરીકે, જો તમારી ઉંમર 40 વર્ષ છે, તો તમારે દર મહિને ₹20,000 NPSમાં જમા કરાવવું પડશે.
નિવૃત્તિ પછી આ ભંડોળમાંથી 40% ભાગ વાર્ષિકી માટે ફાળવવામાં આવશે. જો વાર્ષિકી દર 8% માને, તો તમારું માસિક પેન્શન લગભગ ₹1 લાખ રહેશે.
NPS તમારા માટે લાંબા ગાળાના નાણાકીય આયોજન માટે શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. જો તમે યોગ્ય ઉંમરે, યોગ્ય રકમ સાથે રોકાણ શરૂ કરો, તો નિવૃત્તિ પછી દર મહિને મોટી રકમના પેન્શનનું સપનુ સાકાર કરી શકો છો. આજે જ NPSમાં રોકાણ શરૂ કરી તમારી નિવૃત્તિ સુખમય બનાવો.