GMERS મેડિકલ કોલેજોની ફીમાં વધારો, સરકારી કોટાની ફી પહોંચી ગજાના બહાર - Gujjutak

GMERS મેડિકલ કોલેજોની ફીમાં વધારો, સરકારી કોટાની ફી પહોંચી ગજાના બહાર

GMERS (ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી)ના મેડિકલ કોલેજોની ફીમાં મોટા પ્રમાણમાં વધારો કરવામાં આવ્યો છે.

Author image Aakriti

GMERS (ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી)ના મેડિકલ કોલેજોની ફીમાં મોટા પ્રમાણમાં વધારો કરવામાં આવ્યો છે. આ વધારો શૈક્ષણિક વર્ષ 2024-25 થી લાગુ થશે.

ફીમાં કરવામાં આવેલ વધારો નીચે મુજબ છે:

  • સરકારી ક્વોટા માટે: MBBS ની ફી 3.30 લાખ રૂપિયા થી વધારીને 5.50 લાખ રૂપિયા કરવામાં આવી છે.
  • મેનેજમેન્ટ ક્વોટા માટે: ફી 9.75 લાખ રૂપિયા થી વધારી 17 લાખ રૂપિયા કરવામાં આવી છે.
  • NRI ક્વોટા માટે: ફી 22 હજાર ડોલર થી વધારી 25 હજાર ડોલર કરવામાં આવી છે.

GMERS દ્વારા આ ફેરફારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સરકારી કોટામાં રાજ્યની 1500 બેઠકો અને ઓલ ઇન્ડિયાની 75 બેઠકો છે. મેનેજમેન્ટ કોટામાં 210 બેઠકો અને NRI કોટામાં 315 બેઠકો છે.


GMERS મેડિકલ કોલેજોની ફીમાં વધારો

  • સરકારી ક્વોટા: 5.50 લાખ રૂપિયા
  • મેનેજમેન્ટ ક્વોટા: 17 લાખ રૂપિયા
  • NRI ક્વોટા: 25 હજાર ડોલર
  • શૈક્ષણિક વર્ષ 2024-25 થી લાગુ

આ ફેરફારોથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીશ્રીઓને મોટા પ્રમાણમાં અસર થશે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News