
Gold Rate Today 02-12-2023: સોનાનો ભાવ આજે ઓલ ટાઇમ હાઈ પર પહોંચ્યો
Gold Rate Today: સોનાના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે, જે ઓલ ટાઇમ હાઈ પર પહોંચી ગયો છે. 10 ગ્રામ સોનાની કિંમત 65,000 થી 65,200 ને પાર કરી ગઈ છે. સોનાના ભાવમાં આ ઉછાળો છેલ્લા કેટલાક દિવસોથી સતત જોવા મળી રહ્યો છે, જે સોનાના બજારમાં રેકોર્ડબ્રેક તેજી દર્શાવે છે.
લાંબા સમયથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને આજે તે ફરી એકવાર વધીને ₹ 65,200 છે. આ વધારો ડોલર સામે રૂપિયો નબળો પડવાને કારણે જોવા મળી રહ્યું છે, આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં સોનાના ભાવમાં વધારો જારી રહી શકે તેવા સંકેતો છે.
નોંધનીય છે કે સોનાની કિંમત અંદાજે ₹ 60,000 દિવાળીના સમયથી ચાલટી હતી. માત્ર એક મહિનામાં જ ₹ 5,000 સોનાની કિંમતમાં વધારો જોવા મળ્યો છે, એક સપ્તાહ પહેલા ભાવ 63,500 હતો અને આજે તે 65,000 ને વટાવી ગયું છે. આ સમયગાળા દરમિયાન સોનાના ભાવમાં સતત વધારો નોંધનીય છે.
આજે અમદાવાદ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ વધીને ₹ 65,000 પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે જે અત્યાર સુધી નો સૌથી વધુ ભાવ છે. ખાસ કરીને અમદાવાદમાં સોનાના ભાવમાં ₹ 200 પ્રતિ 10 ગ્રામથી ₹ 99.50 શુદ્ધતા પર 64,600 અને ₹ 99.90 શુદ્ધતા પર 64,800. વધુમાં, અમદાવાદમાં આજે ચાંદીનો ભાવ ₹ 76,500 પ્રતિ કિલો.