ભારતીય પોસ્ટ વિભાગમાં કાર ડ્રાઇવરની જગ્યા માટે ભરતી ની જાહેરાત કરી છે. આ ભરતીમાં ધોરણ 10 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. રસ ધરાવતા ઉમેદવારો ભારતીય પોસ્ટ વિભાગની સત્તાવાર વેબસાઈટ indiapost.gov.in પર જઈ અરજી કરી શકે છે. જે ઉમેદવારને અરજી કરવાની હોય તે આઠ ફેબ્રુઆરી 2025 સુધી અરજી કરી શકે છે.
ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2025
સંસ્થા | ભારતીય પોસ્ટ વિભાગ |
કુલ જગ્યા | 25 |
જગ્યા નું નામ | કાર ડ્રાઇવર |
અરજી કરવાની છેલ્લી તારીખ | 8 ફેબ્રુઆરી 2025 |
સત્તાવાર વેબસાઈટ | indiapost.gov.in |
ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2025: જગ્યા
ભારતીય પોસ્ટ વિભાગે કુલ 25 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે.
- સેન્ટ્રલ ઝોન: 1 જગ્યા
- એમએમએસ, ચેન્નાઈ: 15 જગ્યા
- દક્ષિણ પ્રદેશ: 4 જગ્યા
- પશ્ચિમ ક્ષેત્ર: 5 જગ્યા
ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2025: શૈક્ષણિક લાયકાત
ભારતીય પોસ્ટ વિભાગની આ ભરતી માં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક યોગ્યતા ઓછામાં ઓછી ધોરણ 10 પાસ હોવી જરૂરી છે. સાથે જ હળવા અને ભારે મોટર વાહન માટે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ પણ હોવું જરૂરી છે. અને ઉમેદવારો પાસે મોટર મિકેનિકલ નું મૂળભૂત જ્ઞાન હોવું પણ જરૂરી છે.
ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2025: ઉમર મર્યાદા
ભારતીય પોસ્ટ વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 56 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2025: પગાર
આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારને દર મહિને રૂપિયા 19,000/- મળશે.
ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2025: અરજી કેવી રીતે કરવી?
લાયકાત ધરાવતા અને આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવાર હોય નિયત નમુનામાં અરજી ફોર્મ સાથે જરૂરી ડોક્યુમેન્ટ નીચેના સરનામા પર મોકલવાના રહેશે.
સિનિયર મેનેજર કાર્યાલય, મેઇલ મોટર સર્વિસ, નંબર 37, ગ્રીમ્સ રોડ, ચેન્નાઈ - 600006.
જો તમે 10 પાસ છો અને નોકરી શોધી રહ્યા છો, તો આ ભારતીય પોસ્ટ દ્વારા આપવામાં આવેલી તક તમારું જીવન બદલવાની ક્ષમતા ધરાવે છે.
ભરતી નું ઓફિસિયલ નોટિફિકેશન PDF | અહીં ક્લિક કરો |