કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. 7th Pay Commission હેઠળ, મોંઘવારી ભથ્થા (DA) માં 3%નો વધારો થવાની સંભાવના છે. આ વધારાની જાહેરાત સપ્ટેમ્બર 2024ના અંતમાં થઈ શકે છે અને તે જુલાઈ 2024થી લાગુ થશે. આ સાથે જ, કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના બાકી બકાયા રકમ (અરિયર્સ) સાથે વધારો મળી શકે છે.
AICPI-IW (All India Consumer Price Index for Industrial Workers) ના જાન્યુઆરીથી જૂન 2024ના આંકડાઓ અનુસાર, મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો જોવા મળી રહ્યો છે. AICPI ઇન્ડેક્સ 141.4 પોઇન્ટ સુધી પહોંચી ગયો છે, જે મોંઘવારીમાં વધારા તરફ ઇશારો કરે છે. આ વધારા સાથે, હવે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50% થી વધારીને 53% થશે.
DA વધારાનો લાભ
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને આ મોંઘવારી ભથ્થાના વધારા સાથે નાણાકીય રાહત મળશે. વધતી જતી મોંઘવારી સામે આ વધારો તેમને થોડી રાહત આપશે.
EPS પેન્શનરો માટે મોટી જાહેરાત
કેન્દ્ર સરકારે તાજેતરમાં EPS (Employee Pension Scheme) હેઠળ પેન્શનરો માટે એક નવી સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમની મંજૂરી આપી છે. 1 જાન્યુઆરી, 2025 થી EPS પેન્શનરો કોઈપણ બેંકની કોઈપણ શાખામાંથી પેન્શન મેળવી શકશે. 78 લાખ EPS પેન્શનરોને આ નવા સિસ્ટમથી ફાયદો થશે.