કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (DA)ના સારા સમાચાર આવ્યા છે. જુલાઈ 2024માં મોંઘવારી ભથ્થામાં વધારો થશે. જો કે, જૂન 2024ના AICPI ઈન્ડેક્સ આંકડા હજી જાહેર નથી થયા. પરંતુ તેમનું મોંઘવારી ભથ્થું કેટલું વધશે તે હવે કન્ફર્મ થઈ ગયું છે. આ વખતે પણ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સારો વધારો થઈ શકે છે. ગયા વખત 4% મોંઘવારી ભથ્થામાં વધારો થયો હતો. લેબર બ્યુરોએ મે સુધીના AICPI ઈન્ડેક્સના આંકડા જાહેર કર્યા છે, અને હવે જૂનના આંકડાની રાહ જોવાઈ રહી છે. 31 જુલાઈએ આ આંકડા જાહેર થવાના હતા, પરંતુ વિલંબ થયો છે. હાલના ટ્રેન્ડ્સ મુજબ, મોંઘવારી ભથ્થામાં 3% ઉછાળો આવશે. હાલ મોંઘવારી ભથ્થું 53% ની નજીક છે.
AICPI ઈન્ડેક્સ શું છે?
AICPI ઈન્ડેક્સથી મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થશે તે નક્કી થાય છે. જાન્યુઆરીથી જૂન 2024 વચ્ચે આવેલા આંકડાઓના આધારે જુલાઈ 2024થી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું કેટલું વધશે તે નક્કી થશે. જાન્યુઆરીથી મે સુધીના આંકડા આવી ગયા છે. સાતમા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને 50% મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. હવે જુલાઈથી નવું મોંઘવારી ભથ્થું લાગુ થશે. જાન્યુઆરીમાં ઈન્ડેક્સ 138.9 હતો, જેના કારણે મોંઘવારી ભથ્થું 50.84% થઈ ગયું. ફેબ્રુઆરીમાં ઈન્ડેક્સ 139.2, માર્ચમાં 138.9, એપ્રિલમાં 139.4, અને મેમાં 139.9 પર હતો. આના આધાર પર મોંઘવારી ભથ્થું મેમાં 52.91% સુધી પહોંચી ગયું છે.
કેટલો થશે વધારો?
વિશેષજ્ઞો કહે છે કે મોંઘવારી ભથ્થામાં 3% નો જ વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ડેક્સ મુજબ, મે સુધી મોંઘવારી ભથ્થું 52.91% છે. જો જૂનમાં ઈન્ડેક્સ 0.7% થી પણ વધે, તો તે 53.29% સુધી પહોંચી જશે. 4% ના વધારાના માટે ઈન્ડેક્સ 143 સુધી પહોંચવો પડશે, જે હાલ અશક્ય લાગે છે. તેથી, કર્મચારીઓએ આ વખતે 3% વધારાથી જ સંતોષ કરવો પડશે.
ક્યારે થશે જાહેરાત?
મોંઘવારી ભથ્થામાં આગામી રિવિઝન 1 જુલાઈથી લાગુ થશે. પરંતુ તેની જાહેરાત સપ્ટેમ્બર અથવા ઓક્ટોબર સુધીમાં થઈ શકે છે. લેબર બ્યુરો પોતાના આંકડા નાણા મંત્રાલયને સોંપશે અને નાણા મંત્રાલયની ભલામણ પર કેબિનેટથી મંજૂરી આપવામાં આવશે. સામાન્ય રીતે, જુલાઈથી લાગુ થનારા મોંઘવારી ભથ્થાની જાહેરાત સપ્ટેમ્બરના અંત કે ઓક્ટોબરના શરૂઆતમાં થાય છે. જો સપ્ટેમ્બરમાં જાહેરાત થાય, તો જુલાઈ અને ઓગસ્ટનું એરિયર સાથે મળીને આવી જશે.
શૂન્ય થવાના ચાન્સ નહીં
કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું શૂન્ય થવાના ચાન્સ નથી. મોંઘવારી ભથ્થાની ગણતરી આ રીતે ચાલુ રહેશે. બેઝ યરમાં ફેરફાર કરીને ગત વખતે આમ કરાયું હતું. હવે બેઝ યર બદલવાની જરૂર નથી, અને આવી ભલામણ પણ નથી. તેથી કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થાની ગણતરી 50% થી આગળ ચાલુ રહેશે.