આઠમું પગાર પંચ અને તેની સમિતિ
હાલમાં, સરકાર ટૂંક સમયમાં આઠમા પગાર પંચની સમિતિની રચના કરી શકે છે, જેમાં એક અધ્યક્ષ અને બે સભ્યોનો સમાવેશ થશે. આ સમિતિના ગઠન બાદ, સ્ટેકહોલ્ડર્સ પગાર અને પેન્શનમાં વધારો કરવા માટે સરકાર સમક્ષ પ્રસ્તાવ રજૂ કરશે.
Aykroyd ફોર્મ્યુલા શું છે?
Aykroyd ફોર્મ્યુલા, જીવનયાપન માટે જરૂરી ઓછી કિંમતે પોષક આહાર પ્રાપ્ત કરવા પર આધાર રાખે છે. આ ફોર્મ્યુલા, 1957માં 15મી ભારતીય શ્રમ પરિષદ (ILC) દ્વારા અપનાવવામાં આવ્યું હતું. ફોર્મ્યુલા અનુસાર, ન્યુટ્રિશન, આવાસ અને કપડાં જેવી જરૂરિયાતો આધારે પગાર નક્કી થાય છે. તેમાં એક વ્યક્તિ માટે રોજિંદી 2,700 કેલરીની જરૂરિયાતનું ધ્યાન રાખવામાં આવે છે.
7th Pay Commissionમાં Aykroyd ફોર્મ્યુલાનો ઉપયોગ
7મું પગાર પંચ પણ આ જ ફોર્મ્યુલા પર આધાર રાખતું હતું. 2016માં, 2.57 ફિટમેન્ટ ફેક્ટરના આધારે, કર્મચારીઓના ન્યૂનતમ પગારમાં 7,000 રૂપિયાથી 18,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
8th Pay Commission: પગારમાં કેટલો વધારો થશે?
તાજા અહેવાલો અનુસાર, 8મા પગાર પંચમાં 1.92 થી 2.86 વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર રાખવામાં આવી શકે છે. જો 2.86 ફિટમેન્ટ ફેક્ટર અપનાવવામાં આવે, તો કર્મચારીનો ન્યૂનતમ પગાર 51,480 રૂપિયા સુધી પહોંચી શકે છે, જે હાલમાં 18,000 રૂપિયા છે. પેન્શન પણ 9,000 રૂપિયાથી વધી 25,740 રૂપિયા થઈ શકે છે.
આગળ શું?
8મું પગાર પંચ સરકાર દ્વારા સ્વીકારવામાં આવ્યા પછી, 11 મહિનામાં તેની છેલ્લી ભલામણ રજૂ કરશે. આ પગાર અને પેન્શન વધારાના ફોર્મ્યુલા અને નીતિઓ નક્કી કરશે. જો કે, અંતિમ નિર્ણય સરકારના મંજૂરી પછી જ લાગુ પડશે.