18મી લોકસભાનું બજેટ સત્ર શરૂ થઈ ગયું છે, જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યમ વર્ગ અને કરદાતાઓ માટે સંકેત આપતા કહ્યું કે "માં લક્ષ્મીની કૃપા બની રહે." લોકો આને ઇન્કમટેક્સ રાહત સાથે જોડીને જોઈ રહ્યા છે.
ટેક્સમાં રાહતની આશા
મધ્યમ વર્ગ માટે આવકવેરા દરમાં રાહત અપાય તેવી અપેક્ષા છે, જેથી ગ્રાહકોની ખર્ચ ક્ષમતા વધે અને અર્થતંત્રને વેગ મળે. નિષ્ણાતો કહે છે કે સરકાર નવી ટેક્સ પ્રણાલીમાં મોટા ફેરફાર કરવાનું વિચારી રહી નથી, પરંતુ ટેક્સ સ્લેબમાં સુધારા અથવા સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારીને રાહત આપી શકે છે.
મુખ્ય સંભાવનાઓ
- ટેક્સ લિમિટ વધવાની શક્યતા
- સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂ. 75,000 થી વધીને 1 લાખ થવાની શક્યતા
- વપરાશ વધારવા માટે કરદાતાઓને છૂટછાટ મળવાની શક્યતા
બજેટ 2025માં સરકાર મધ્યમ વર્ગ માટે કેટલું રાહત લાવે છે તેના પર સૌની નજર છે.