નવા ફેરફાર શું છે?
RBIના આ નીતિમાં ફેરફાર પછી, UPI Lite મારફતે થતી ઓફલાઇન પેમેન્ટની લિમિટ ₹500થી વધારીને ₹1000 કરી દેવામાં આવી છે. UPI Lite વૉલેટમાં હવે કુલ ₹5000 સુધીની રકમ રાખી શકાશે. આ ફેરફાર પહેલા, વૉલેટની મર્યાદા માત્ર ₹2000 હતી.
UPI Lite કેવી રીતે કામ કરે છે?
UPI Lite એ ખાસ કરીને નાના ટ્રાન્ઝેક્શન માટે ડિઝાઇન કરવામાં આવી છે, જ્યાં ઑફલાઇન પેમેન્ટ માટે ઇન્ટરનેટની જરૂર નથી. આ સિસ્ટમ એટલી સરળ છે કે એડિશનલ ફેક્ટર ઑફ ઓથેન્ટિકેશન (AFA)ની જરૂરત પણ રહેતી નથી. આ રીતે, વપરાશકર્તાઓનું ટ્રાન્ઝેક્શન ઝડપથી અને સરળતાથી થાય છે. પેમેન્ટ અંગેના મેસેજ અથવા એલર્ટ ક્યારેક સમય પર નહીં આવે, પરંતુ આ સિસ્ટમ વપરાશકર્તાઓ માટે ખાસ ઉપયોગી છે, ખાસ કરીને જ્યાં ઇન્ટરનેટ અવેલેબલ ન હોય ત્યાં ખૂબ જ ઉપયોગી થશે.
નવા નિયમો ક્યારે લાગુ થશે?
આ નવા નિયમો RBIના પરિપત્ર અનુસાર તરત જ અમલમાં આવી રહ્યા છે. UPI Liteના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે RBI આ પ્રકારના ફેરફારો કરવામાં વ્યસ્ત છે.
UPI Liteના ફાયદા
- ઇન્ટરનેટ વગર પણ પેમેન્ટની સુવિધા.
- નાના મુલ્યના ટ્રાન્ઝેક્શન માટે ઝડપી અને સુરક્ષિત વિકલ્પ.
- વપરાશકર્તાઓ માટે વધુ સુવિધા પૂરી પાડવા માટે વધારેલી લિમિટ.
આ બદલાવનો હેતુ વપરાશકર્તાઓ માટે ઇન્સ્ટન્ટ પેમેન્ટને વધુ સહજ બનાવવાનો છે અને આ સાથે પેમેન્ટ ઇકોસિસ્ટમમાં પરિવર્તન લાવવાનો છે. UPI Liteના આ સુધારાઓ નાના વ્યવહાર માટે ઓછી ટેક્નિકલ સમસ્યાઓ સાથે વધુ યોગ્ય વિકલ્પ પૂરું પાડશે.