Google Free Digital Marketing Course: આજના ડિજિટલ યુગમાં કારકિર્દી બનાવવી હોય તો ડિજિટલ માર્કેટિંગ એક મહત્વપૂર્ણ સ્કિલ બની ગઇ છે. જો તમે પણ ડિજિટલ માર્કેટિંગ શીખી એક સફળ કરિયર બનાવવા માંગો છો, તો Google તમારા માટે કેટલાક ફ્રી સર્ટિફિકેટ કોર્સ ઓફર કરે છે. આ કોર્સ ખૂબ જ ટૂંકા સમય માટે છે અને આમાં SEO, Google Ads અને Content Creation જેવી મહત્વપૂર્ણ વસ્તુઓ શીખવવામાં આવે છે. આ કોર્સ પૂર્ણ કર્યા પછી Google તરફ થી સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે, જે તમારું રીઝ્યૂમne આકર્ષક અને પાવરફૂલ બનાવી શકે છે.
આજના સમયમાં મોટા-મોટા બિઝનેસ ડિજિટલ માર્કેટિંગ પર વધુ નિર્ભર બની રહ્યા છે. તમે આ કોર્સ કરીને ફ્રીલાન્સિંગ, જૉબ અથવા પોતાની માર્કેટિંગ એજન્સી પણ શરૂ કરી શકો છો. આવો જાણીએ આ કોર્સ વિશે વિગતવાર:
1. Fundamentals of Digital Marketing
આ કોર્સ ડિજિટલ માર્કેટિંગના પાયાના જ્ઞાન માટે ખૂબ જ ઉપયોગી છે. SEO, Social Media Marketing, Email Marketing અને Google Ads સહિતના મહત્વના ટોપિક્સ શીખવવામાં આવે છે. જો તમે ડિજિટલ માર્કેટિંગની દુનિયામાં નવા છો, તો આ કોર્સ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.
Fundamentals of Digital Marketingમાં શું શીખી શકો:
- SEO અને Social Media ની મૂળભૂત સમજ
- Google Ads અને Email Marketing ના પાયા
- પ્રેક્ટિકલ ઉદાહરણો અને કેસ સ્ટડી દ્વારા શીખવા મળશે
- 40 કલાકમાં આ કોર્સ પૂર્ણ કરી શકાય
2. Google Ads Search Certification
આ કોર્સ ખાસ Google Ads અને Search Engine Marketing (SEM) પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જો તમે ગૂગલ એડ્સ મારફતે પ્રોડક્ટ અથવા સર્વિસને પ્રોમોટ કરવા માંગતા હો, તો આ કોર્સ તમારા માટે ઉપયોગી છે.
Google Ads Search Certificationમાં શું શીખી શકો:
- Google Ads Campaign કેવી રીતે બનાવવો?
- યોગ્ય Keyword Research અને Optimization
- Performance Tracking અને Budget Management
- માત્ર 2.6 કલાકમાં પૂર્ણ થઈ શકે છે
3. Google Ads Display Certification
આ કોર્સ Display Advertising પર કેન્દ્રિત છે. જો તમે Visual Ads દ્વારા લોકોને આકર્ષવા માંગો છો, તો આ કોર્સ માટે તમારે જરૂરથી સમય ફાળવવો જોઈએ.
Google Ads Display Certification Course માં શું શીખી શકો:
- Display Ads કેવી રીતે તૈયાર કરવી?
- Audience Targeting અને Remarketing Strategies
- Google Display Network (GDN) પર કઈ રીતે માર્કેટિંગ કરવું?
- માત્ર 2.6 કલાકમાં પૂર્ણ કરી શકાય
4. Google Analytics for Beginners
જો તમે તમારી વેબસાઇટ અથવા બિઝનેસના ડેટાને ઠીકથી એનાલિઝ કરવા માંગતા હો, તો Google Analytics તમારા માટે પરફેક્ટ છે.
Google Analytics for Beginnersમાં શું શીખી શકો:
શું આ કોર્સ ફ્રી છે?
હાં! Google ના આ તમામ કોર્સ સંપૂર્ણપણે ફ્રી છે. તમે Google ની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને આ કોર્સ કરી શકો છો. એકવાર આ કોર્સ પૂર્ણ કર્યા પછી, તમે Freelancing, Digital Marketing Agency અથવા Job ની તલાશ કરી શકો છો.
આ કેવી રીતે કરશે મદદ?
તમારી Skills સુધરશે
ફ્રીલાન્સિંગ અને જોબના નવા અવસરો મળશે
ઘરબેઠા Online Income શરૂ કરી શકશો
જો તમે પણ ડિજિટલ માર્કેટિંગમાં કારકિર્દી બનાવવા માંગો છો, તો Google ના આ ફ્રી કોર્સ એક ઉત્તમ તક છે. વધુ વિલંબ કર્યા વગર આજે જ આ કોર્સ શરૂ કરો અને તમારા સપનાઓ સાકાર કરો!
Google Free Courses Google Free Certificate Courses Fundamentals of Digital Marketing Google Ads Search Certification Google Ads Display Certification Google Analytics for Beginners Skills Online Income Google Ads SEO