
8th Pay Commission: કેન્દ્ર સરકારે તાજેતરમાં જ 8માં પગાર પંચ ને મંજૂરી આપી છે. જેનો સીધો લાભ 49 લાખ સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને મળશે.
કેન્દ્ર સરકારે તાજેતરમાં જ 8માં પગાર પંચ ને મંજૂરી આપી છે. જેનો સીધો લાભ 49 લાખ સરકારી કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને મળશે. કેન્દ્ર સરકારના આ પગલાંથી કર્મચારીઓને પગાર અને પેન્શનમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.
આઠમું પગાર પંચ સરકારી કર્મચારીઓના મોંઘવારી અને વર્તમાન આર્થિક પરિસ્થિતિને અનુરૂપ પગાર, પેન્શન અને ભથ્થામાં સુધારાની ભલામણ કરશે. સાતમા પગાર પંચનો કાર્યકાળ 2026 માં પૂરો થઈ રહ્યો છે. તેથી નવું પગાર પણ બનાવવું જરૂરી બન્યું.
નવું પગાર પંચ અમલમાં આવવાથી સરકારી કર્મચારીઓના પગારમાં 25% થી લઈ 35% સુધીનો વધારો થવાની આશા છે. તેની સાથે જ મોંઘવારી ભથ્થું (DA), હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) અને ટ્રાવેલ એલાઉન્સ (TA) જેવા અન્ય બધાઓમાં પણ વધારો થવાની શક્યતા છે. નિવૃત્ત થયેલા પેન્શનરોને પણ 30 ટકા જેટલો લાભમાં વધારો થઈ શકે છે.
આઠમા પગાર પંચમાં ગ્રેચ્યુઈટીની મર્યાદામાં વધારો થવાની શક્યતા છે. અત્યારે ગ્રેચ્યુઈટીની મહત્તમ મર્યાદા રૂપિયા 20 લાખ છે. જે વધીને રૂપિયા 25 લાખથી 30 લાખ થઈ શકે છે.
ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો બેઝિક પગાર ₹18,000 છે અને તેણે 30 વર્ષ સેવા આપી છે. તો હાલમાં તેમની ગ્રેચ્યુઈટી રૂપિયા 4,89,000 થાય છે.
જો નવા ફિટમેન્ટ ફેક્ટર હેઠળ ફિટમેન્ટ દર 2.57 થી વધીને 2.86 થાય, તો તે ગ્રેચ્યુઈટી ₹12.56 લાખ સુધી પહોંચી શકે છે.
7મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો, જેના કારણે લઘુત્તમ પગાર ₹18,000 થી વધીને ₹46,620 થયો હતો. 8મા પગાર પંચમાં આ ફેક્ટર વધીને 2.86 થઈ શકે છે, જે કારણે ન્યૂનતમ પગાર ₹51,000 સુધી પહોંચી શકે છે.
નવા પગાર પંચના અમલથી કર્મચારીઓના ભથ્થાં અને પેન્શન વધશે, જેનાથી વિતરણ ક્ષમતા વધી શકે છે. આ અર્થતંત્ર માટે પણ ફાયદાકારક સાબિત થશે, કારણ કે ખર્ચમાં વધારો થશે અને બજારમાં માંગ વધશે.
આ પગલાંથી સરકારી કર્મચારીઓની જીવનશૈલીમાં સુધારો થશે અને મોંઘવારી સામે બચાવ થવો સરળ થશે. 8મું પગાર પંચ કર્મચારીઓ માટે નવી આશાઓ સાથે એક મહત્ત્વપૂર્ણ સંકેત છે.
એવું લાગી રહ્યું છે કે આગામી સમયમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આ નિર્ણય ખરેખર ફેરફાર લાવશે.