Govt Anganwadi Vs Private Nursery: આજે સરકારી આંગણવાડીઓ નવી રીતે ડેવલપ થઈ રહી છે અને ખાનગી નર્સરીઓને મજબૂતાઈથી ટક્કર આપી રહી છે. બોટાદ જિલ્લાના ગઢડા ખાતેની સરકારી આંગણવાડીમાં બાળકોને વિનામૂલ્યે શિક્ષણ અને પૌષ્ટિક ભોજન મળી રહ્યુ છે.
આંગણવાડીમાં બાળકોને સર્વસ્વીકૃત શિક્ષણ આપવામાં આવે છે, જેનાથી તેઓના શારીરિક અને માનસિક વિકાસને ટેકો મળે છે. અહીં બાળકોને સવારે અને બપોરે ગરમ પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે, જે તેમનાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
સરકારી આંગણવાડીમાં કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. બાળકોને તમામ શૈક્ષણિક સેવાઓ અને પ્રવૃત્તિઓ વિનામૂલ્યે મળી રહી છે. આંગણવાડીના વિવિધ પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ છે કે બાળકોને કુપોષણમુક્ત રાખવો અને તેમને શિસ્તનો પાઠ શીખવવો.
બાળકોના યોગ્ય શિક્ષણ અને વિકાસ માટે આંગણવાડીમાં સ્કૂલિય ગતિવિધીઓ પણ કરાવવામાં આવે છે. છ વર્ષ પૂરા થયા બાદ, આંગણવાડીમાં ભણેલા બાળકો RTE (Right to Education) હેઠળ ખાનગી શાળામાં અભ્યાસ માટે પ્રવેશ મેળવી શકે છે, જે પણ વિના ફી હોય છે.
આજના યુગમાં, સરકારી આંગણવાડી કેન્દ્રોએ બાળકને શૈક્ષણિક અને શારીરિક રીતે મજબૂત બનાવવાની સુવિધાઓ પૂરી પાડવી શરૂ કરી છે. જેમાં હીચકા, લસર પટ્ટી, પ્રાથમિક શિક્ષણની કીટ અને વિવિધ ઉજવણી સાથે શિક્ષણની સેવા ઉપલબ્ધ છે.
અહેવાલ: કાપડી રિદય ઘનશ્યામભાઈ