ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોનારા ઉમેદવારો માટે મોટી ખુશખબરી આવી ગઈ છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)એ વર્ગ-1 અને વર્ગ-2ની કુલ 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા આવતીકાલ, 7 માર્ચ 2025થી શરૂ થશે અને 23 માર્ચ 2025ના રાત્રે 11:59 સુધી ચાલશે.
Advertisement for Online Advertisement of Advt. No. 240/2024-25, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2 starting from 07.03.2025 13:00 to 23.03.2025 23:59 https://t.co/9sGYLB179r
— GPSC (@GPSC_OFFICIAL) March 6, 2025
આ જાહેરાત નંબર 240/2024-25 હેઠળ ગુજરાત વહીવટી સેવા (વર્ગ-1), ગુજરાત સિવિલ સર્વિસીસ (વર્ગ-1 અને વર્ગ-2), અને ગુજરાત મ્યુનિસિપલ ચીફ ઓફિસર સેવા (વર્ગ-2) જેવી મહત્વની જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી થશે. આવી તક દરેક વખતે નથી આવતી, તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ નજીક આવે તે પહેલાં તમારી તૈયારી પૂરી કરી લો!
GPSC Recruitment 2025 GPSC gpsc ભરતી 2025