ગુજરાત બોર્ડ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં વર્ગ-૩ ની કુલ 5554 જગ્યાઓ માટે પહેલીવાર કોમ્પ્યુટર આધારિત પરીક્ષા લેવા જઈ રહી છે.
GPSSB દ્વારા આગામી સમયમાં CCEની પરીક્ષા કોમ્પ્યુટર આધારિત લેવામાં જઈ રહી છે તેને સંબંધિત બોર્ડ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષા આગામી 1 એપ્રિલ થી 8 મે 2024 દરમિયાન દરરોજ કુલ 4 સેશનમાં પરીક્ષા યોજવાની છે. પરીક્ષા પહેલા જે પેપર સ્ટાઇલ પ્રમાણે ઉમેદવારને ટેસ્ટ લેવાની છે તે પ્રમાણે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક ડેમો ટેસ્ટ શરૂ કરવામાં આવી છે. આ ટેસ્ટને તમે ગમે તેટલી વાર આપી શકો છો. કોમ્પ્યુટર આધારિત પરીક્ષા પ્રથમ વખત જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક સહિત તમામ વર્ગ-3 ની પરીક્ષાઓ CCE ના આધારે યોજાવા જઈ રહી છે. ગૌણ સેવા પસંદગી મંડળે આ વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લીધો છે. પરીક્ષાની આ નવી પદ્ધતિ ને લઇ પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો.
આગામી સમયમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવા જઈ રહેલ પરીક્ષા ક્રમાંક 212/202324 માટે વર્ગ-3 ની ગ્રુપ એ અને ગ્રુપ બી ની પરીક્ષા આગામી 1 એપ્રિલ થી કમ્પ્યુટર બેઝ્ડ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી લેવા જઈ રહી છે. જેને ધ્યાને લઈ પરીક્ષા બોર્ડ દ્વારા ઉમેદવારો માટે એક મોક ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું છે જે આગામી સમયમાં પરીક્ષા આપવા જઈ રહેલ ઉમેદવારો પ્રેક્ટિસ કરી શકે તે માટે એક મોક ટેસ્ટ ની લીંક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે જેમાં ઉમેદવાર તે લિન્ક ના આધારે પ્રેક્ટિસ કરી શકે છે. જો ઉમેદવારે એક કરતાં વધુ વાર પ્રેક્ટિસ કરવી હોય તો ઉમેદવારે સાઇન ઇન કરવાનું રહેશે.
પ્રેક્ટિસ સ્ટેટ કેવી રીતે આપવી?