સરકારી નોકરીઓની શોધમાં રહેલા ઉમેદવારો માટે અહિયાં એક સુવર્ણ તક છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) દ્વારા 4500થી વધુ પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી AIIMSની કોમન રિક્રુટમેન્ટ ટેસ્ટ (CRE) દ્વારા કરવામાં આવશે. ચાલો જાણીએ આ ભરતી માટે કયા ઉમેદવારો લાયક છે અને અરજીની તમામ પ્રક્રિયાઓ વિશે વિગતવાર.
કોણ કરી શકે છે આવેદન?
આ AIIMS CRE ભરતી 2024 માટે વિવિધ પદો માટેની યોગ્યતા અને ફી નિર્ધારિત કરવામાં આવી છે. જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોને 3000 રૂપિયાની ફી ભરવી પડશે, જ્યારે SC, ST અને EWS કેટેગરી માટે ફી 2400 રૂપિયા છે. આ ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટબેંકિંગ દ્વારા ભરી શકાય છે. ઉંમર મર્યાદા 18થી 35 વર્ષ છે.
પદોની વિગતો
આ ભરતી અંતર્ગત કુલ 4576 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં 813 નર્સિંગ ઓફિસર, પબ્લિક હેલ્થ નર્સ, અને વરિષ્ઠ નર્સિંગ ઓફિસર માટેની છે. આ ઉપરાંત, 663 પદો ડ્રેસર, હોસ્પિટલ એટેન્ડન્ટ, નર્સિંગ એટેન્ડન્ટ, મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ અને ઑપરેટર માટે છે.
અરજી પ્રક્રિયા કેવી રીતે કરશો?
- સત્તાવાર વેબસાઇટ પર જાઓ: https://aiimsexams.ac.in/
- માહિતી ભરવી: મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વગેરે દ્વારા નોંધણી કરો.
- રજીસ્ટ્રેશન પૂર્ણ કરો: રજીસ્ટ્રેશન આઈડી પ્રાપ્ત કરવાથી આગળની પ્રક્રિયા શરૂ કરો.
- અરજી ફોર્મ ભરો: તમામ જરૂરી શૈક્ષણિક વિગતો અને દસ્તાવેજો ઉમેરો.
- ફોટો અને સાઇન અપલોડ કરો: જરૂરી દસ્તાવેજો અપલોડ કર્યા બાદ ફી પેમેન્ટ કરો.
- અરજી સબમિટ કરો: ફોર્મ સબમિટ કર્યા બાદ તેની પ્રિન્ટઆઉટ રાખી લો.
પરીક્ષાની પેટર્ન કેવી હશે?
AIIMS CRE પરીક્ષામાં કુલ 100 MCQ પ્રશ્નો પૂછાશે. દરેક સચોટ જવાબ માટે 4 માર્ક આપવામાં આવશે, અને ખોટા જવાબ માટે 1/4 માર્કની cut થશે. પરીક્ષાનો સમય 90 મિનિટ છે. યોગ્યતા ગુણ UR/EWS માટે 40%, OBC માટે 35%, અને SC-ST માટે 30% રહેશે.