11 મેના રોજ જાહેર થશે ધોરણ 10નું પરિણામ?
ગુજરાત બોર્ડ દ્વારા આજે ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવે, તેઓએ ધોરણ 10 ના પરિણામની તારીખ જાહીર કરી છે, જે 11 મેના રોજ સવારે 8 વાગ્યે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાનું પરિણામ ચેક કરી શકે છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું પરિણામ ચેક કરી શકે છે.
માર્ચમાં લેવાઈ હતી ધોરણ 10ની પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ અને ધોરણ 12ની પરીક્ષા 26 માર્ચ સુધી લેવામાં આવી હતી. આ વર્ષે ગુજરાતમાં 14 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપી હતી. હવે ધોરણ 10ની પરીક્ષાના પરિણામની તારીખ જાહેર કરવામાં આવી છે.
ધોરણ 12નું પરિણામ થયું જાહેર
આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડના ચેરમેન બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, વિજ્ઞાન પ્રવાહમાં 82.45 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ ઉપરાંત, અન્ય પ્રવાહો માટે પાસ થવાની ટકાવારી નીચે મુજબ નોંધવામાં આવી હતી:
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ | 82.45% |
ધોરણ 12 સામાન્ય પ્રવાહ | 91.92% |
ધોરણ 12 વ્યાવસાયિક પ્રવાહ | 89.35% |
ધોરણ 12 ઉત્તર બુનિયાદી પ્રવાહ | 93.85% |