GSEB SSC RESULT 2025: ધોરણ 10નું પરિણામ 83.08% જાહેર, આ રીતે સરળતાથી ચેક કરો તમારું રિઝલ્ટ - Gujjutak
verified-account--v1 Gold rate today: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે એક અઠવાડિયામાં ₹4000નો વધારો, હવે આ છે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ verified-account--v1 Team Naachની આ બે સુંદર છોકરીઓ પોતાની ધૂન પર આખી દુનિયાને નચાવી રહી છે, જાણો નિકોલ અને સોનલની કહાણી verified-account--v1 નોકરીનું બહાનું આપી બે યુવતીઓનું અપહરણ, એક સાથે ગેંગરેપ, બીજીને કાર નીચે કચડી મારી નાંખી verified-account--v1 સલમાન ખાનની કઈ ફિલ્મ યાદ આવી જ્યારે કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાનના ચીંથરા ઉડાવ્યા? verified-account--v1 લ્યો બોલો! આંટીનો જલવો જુઓ, હાથમાં બંદૂક ને કર્યો એવો ડાન્સ કે વિડિયો થઈ ગયો વાયરલ

GSEB SSC RESULT 2025: ધોરણ 10નું પરિણામ 83.08% જાહેર, આ રીતે સરળતાથી ચેક કરો તમારું રિઝલ્ટ

ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ આજે 8 મેના રોજ જાહેર થયું છે. કુલ પરિણામ 83.08% રહ્યું છે. ઉમેદવારો gseb.org વેબસાઈટ અથવા WhatsApp દ્વારા પણ પરિણામ જોઈ શકે છે.

GSEB 10th result declared
Author image Aakriti

ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ આજે 8 મેના રોજ જાહેર થયું છે. કુલ પરિણામ 83.08% રહ્યું છે. ઉમેદવારો gseb.org વેબસાઈટ અથવા WhatsApp દ્વારા પણ પરિણામ જોઈ શકે છે. રાજ્યભરમાં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ લેખમાં તમે જાણી શકશો કેવી રીતે પરિણામ ચેક કરશો અને કયા જિલ્લાનું પરિણામ ટોચ પર રહ્યું.

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટેની સૌથી રાહ જોવાતી જાહેરાત આજેઅધિકારિક રીતે થઈ ગઈ છે. 8 મે, 2025ના રોજ જાહેર થયેલ આ પરિણામમાં કુલ 83.08% વિદ્યાર્થીઓ પાસ થયા છે. રાજ્યભરમાંથી કુલ 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જે 27 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી.

આ વર્ષે ધોરણ 10નું પરિણામ ગત વર્ષે કરતાં ત્રણ દિવસ વહેલું જાહેર થયું છે. 2024માં પરિણામ 11 મેના રોજ આવ્યું હતું જ્યારે આ વર્ષે તે 8 મેએ જ જાહેર થયું.

આ રીતે ચેક કરો તમારું ધોરણ 10નું પરિણામ

પરિણામ તપાસવા માટે વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જવું પડશે. હોમપેજ પર "Result" ઓપ્શન પસંદ કરો અને "SSC Result 2025" લિંક પર ક્લિક કરો. ત્યારબાદ તમારું પ્રવાહ પસંદ કરી, તમારું 6 આંકડાવાળો સીટ નંબર દાખલ કરો અને "GO" બટન પર ક્લિક કરો. પરિણામ સ્ક્રીન પર દેખાશે, જેના સ્ક્રીનશૉટ લઈ શકાય છે.

વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ WhatsApp મારફતે પણ મેળવી શકે છે. WhatsApp નંબર 6357300971 પર તમારો સીટ નંબર મેસેજ કરો અને તરત તમારું પરિણામ પ્રાપ્ત કરી શકો છો.

ટોચના અને નીચલા પરિણામો કોણે આપ્યા?

આ વર્ષે કાંસા અને ભોળાદ કેન્દ્રમાં સૌથી વધુ એટલે કે 99.11% પરિણામ આવ્યું છે, જ્યારે ખેડાના અંબાવ કેન્દ્રનું સૌથી ઓછું એટલે કે 29.56% પરિણામ આવ્યું છે. જિલ્લાવાર જોઈએ તો બનાસકાંઠા જિલ્લાનું સૌથી વધુ 89.29% અને ખેડા જિલ્લાનું સૌથી ઓછું 72.55% પરિણામ રહ્યું છે.

કુલ 1574 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે.

કેટલાય વિદ્યાર્થીઓને મળ્યા ઉત્તમ ગ્રેડ

વિદ્યાર્થીઓના ગ્રેડ પ્રમાણેની વિગત નીચે મુજબ છે:

  • A1 ગ્રેડ: 28055 વિદ્યાર્થી
  • A2 ગ્રેડ: 86459 વિદ્યાર્થી
  • B1 ગ્રેડ: 124274 વિદ્યાર્થી
  • B2 ગ્રેડ: 152084 વિદ્યાર્થી
  • C1 ગ્રેડ: 145444 વિદ્યાર્થી
  • C2 ગ્રેડ: 78137 વિદ્યાર્થી

અહીંયા સુધી કે 99 PR થી વધુ પર્સન્ટાઈલ રેન્ક 7231 વિદ્યાર્થીઓએ મેળવી છે. તેમજ 90 PR થી વધુ પામનારા વિદ્યાર્થીઓની સંખ્યા 76676 છે. આ આંકડા દર્શાવે છે કે રાજ્યમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્તમ પરિણામ મેળવ્યું છે.

ગયા સોમવારે, એટલે કે 5 મેના રોજ ધોરણ 12ના પરિણામો જાહેર થયા હતા. જેમાં સાયન્સ પ્રવાહનું પરિણામ 83.51% અને સામાન્ય પ્રવાહનું 93.07% રહ્યું હતું. ધોરણ 12માં કુલ 4,23,909 વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં અને 1,11,384 વિદ્યાર્થીઓ સાયન્સમાં નોંધાયા હતા.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News