ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરિક્ષા બોર્ડ (GSHSEB) દ્રારા ધોરણ 10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025 થી શરૂ થવાની છે. આ વખતે કુલ 13.30 લાખ વિદ્યાર્થીઑ પરીક્ષા આપવાના છે.
વિદ્યાર્થીઑને પરીક્ષા અંગે કોઈપણ પ્રશ્ન હોય તો ગુજરાત શિક્ષણ બોર્ડ અને શહેરી DEO કચેરી દ્રારા એક હેલ્પલાઇન નંબર (GSHSEB HelpLine Number) શરૂ કરવામાં આવ્યો છે.
હેલ્પલાઇન નંબર અને તેનો સમય
- હેલ્પલાઈન નંબર: 18002335500
- સમય: રોજ 11 AM થી 6 PM સુધી ઉપલબ્ધ રહેશે
- હેલ્પલાઇન પર કોન્ટેક્ટ કરવાની છેલ્લી તારીખ: 17 માર્ચ, 2025
આ હેલ્પલાઇન માટે 8 નિવૃત અને કાર્યરત પ્રિન્સિપાલ્સ અને 5 મનોચિકિત્સકોની નિમણૂક કરવામાં આવી છે, જે વિદ્યાર્થીઓની પ્રશ્નો દૂર કરવા અને પરીક્ષા માટે માનસિક તણાવ ઘટાડવા માટે મદદ કરશે.
બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા
વિદ્યાર્થીઓની આરોગ્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવા સ્કૂલને હેલ્થ કીટ પણ તૈયાર રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. પોલીસ વિભાગ દ્રારા પરીક્ષા કેન્દ્ર પર જરૂરી નિયમો અને માર્ગદર્શન પણ અપાવા સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને માતાપિતાને પરીક્ષા સંબંધિત તમામ અપડેટ્સ શાળાના નોટિસ બોર્ડ અને સત્તાવાર વેબસાઇટ પરથી મેળવવાની સલાહ આપવામાં આવી છે.
GSEB Helpline Number Gujarat Board Exam 2025 Helpline Board Exam GSHSEB