GSSSB Recruitment 2024 : ગુજરાતના લાખો યુવાનો જે સરકારી નોકરી મેળવવા માટે ની તૈયારી કરી રહ્યા છે એવા યુવાનો માટે એક સારા સમાચાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે તાજેતરમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું છે જેમાં કુલ 60 જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. GSSSB દ્વારા જાહેર કરવામાં આવેલ ભરતી નોટિફિકેશનમાં પ્રોબેશન ઓફિસર વર્ગ ૩ ની જગ્યા નો સમાવેશ થાય છે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા હોય તેઓએ બોર્ડની વેબસાઈટ પર જઈ અરજી કરવાની રહે છે.
GSSSB Recruitment 2024
ભરતી બોર્ડ | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
GSSSB | Gujarat Subordinate Service Selection Board |
કુલ જગ્યા | 60 |
જગ્યાનું નામ | પ્રોબેશન ઓફિસર વર્ગ 3 |
બોર્ડની વેબસાઈટ | gsssb.gujarat.gov.in |
શૈક્ષણિક લાયકાત
GSSSB દ્વારા પ્રોબેશન ઓફિસર વર્ગ 3ની ભરતી માટે ઉમેદવારોએ નીચે મુજબની શૈક્ષણિક લાયકાત હોવી આવશ્યક છે:
- સમાજ કાર્ય (Social Work) અથવા સમાજશાસ્ત્ર (Sociology) અથવા મનોવિજ્ઞાન (Psychology)માં મુખ્ય વિષયમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
- આ ડિગ્રી ભારતના કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ હેઠળ સ્થાપિત અથવા સંકલિત યુનિવર્સિટીઓમાંથી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, 1956ની કલમ 3 હેઠળ માન્યતા પ્રાપ્ત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાંથી પ્રાપ્ત થયેલ હોવી જોઈએ.
- ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (જનરલ) નિયમો, 1967 અનુસાર કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
- ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનો પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
ઉમર મર્યાદા
અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
પગાર
જગ્યાનું નામ | પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ ફિક્સ પગાર | સંવર્ગમાં નિયમિત નિમણૂકનું આર ઓપી-2016 મુજબનું પગારધોરણ |
પ્રોબેશન ઓફિસર વર્ગ 3 | 40,800/- | 29,200 - 92,300 લેવલ-5 |
અરજી ફી
બિન અનામત વર્ગ | 500/- |
અનામત વર્ગ | 400/- |
અરજી કેવી રીતે કરવી?
- સૌથી પહેલા ઉમેદવારે https://ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર જવું.
- ત્યાર પછી મેન મેનુમાં Online Application પર ક્લિક કરી Apply પર ક્લિક કરો. હવે તમારી સામે સ્ક્રીન પર Select Advertisement by Department દેખાશે તેમાં GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ) સિલેક્ટ કરો.
- તમારી સામે એક્ટિવ ભરતીનું લિસ્ટ દેખાશે તેમાં જાહેરાત ક્રમાંક નંબર GSSSB/202425/227 ની સામે Apply બટન પર ક્લિક કરો.
- અહીં જણાવે તમામ વિગતો ભરવી ત્યાર પછી સબમિટ બટન પર ક્લિક કરો.
- તમારો પાસપોર્ટ સાઇઝ નો ફોટો અને સિગ્નેચર અપલોડ કર.
- અરજી સબમિટ થઈ ગયા પછી તમારા રેફરન્સ માટે એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કાઢી લેવી.
અગત્યની તારીખ
- અરજી કરવાની તારીખ - 16 જુલાઈ 2024
- અરજી કરવાની છેલ્લી તારીખ - 31 જુલાઈ 2024
વિગતવાર નોટિફિકેશન : View PDF