Gujarat Civil Service Preliminary Exam 2023: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા 7 જાન્યુઆરી 2024ના રોજ લેવામાં આવેલ સિવિલ સર્વિસ (Preliminary) 2023 પરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરીક્ષામાં 9951 ઉમેદવારો પાસ થયા છે જેઓ હવે મુખ્ય પરીક્ષા માટે હાજરી આપી શકશે.
GPSC Prelims Exam Cut-off
Sr. No. | Category & Gender | Cut-off Marks |
---|---|---|
1 | General Male | 168.55 |
2 | General Female | 161.29 |
3 | EWS Male | 168.55 |
4 | EWS Female | 161.29 |
5 | SEBC Male | 168.55 |
6 | SEBC Female | 161.29 |
7 | SC Male | 168.55 |
8 | SC Female | 161.29 |
9 | ST Male | 160.27 |
10 | ST Female | 144.66 |
પરીક્ષા 293 જગ્યાઓ માટે યોજાઈ હતી
આ પરીક્ષા 293 જગ્યાઓ ભરવા માટે યોજાઈ હતી, જેમાં ગુજરાત વહીવટી સેવા, વર્ગ 1, ગુજરાત સિવિલ સેવા, વર્ગ 1 અને 2 અને ગુજરાત મ્યુનિસિપલ ચીફ ઓફિસર સેવા, વર્ગ 2નો સમાવેશ થાય છે. અને આ પરીક્ષા કુલ 38,063 ઉમેદવારોએ આપી હતી.
મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર થવાની બાકી
પાસ થયેલા ઉમેદવારો હવે મુખ્ય પરીક્ષાની તારીખની રાહ જોઈ રહ્યા છે. GPSC દ્વારા મુખ્ય પરીક્ષાના કાર્યક્રમ અંગે ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.
gpsc 2024 calendar
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) 2024ના ભરતી કેલેન્ડર મુજબ આ વર્ષે વિવિધ 82 કેડરમાં 1625 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. વર્ગ 1 અને 2માં આ વર્ષે 164 જગ્યાઓ માટે ભરતી થશે. આ જગ્યાઓ માટેની જાહેરાત ડિસેમ્બર 2024માં બહાર પાડવામાં આવશે અને પ્રારંભિક પરીક્ષા 2025ના એપ્રિલ મહિનામાં લેવામાં આવી શકે છે.
નોંધ: આ માહિતી ફક્ત માહિતીના હેતુ માટે છે. ઉમેદવારોએ સત્તાવાર જાહેરાતો માટે GPSCની વેબસાઇટ ની મુલાકાત લેવી જોઈએ. tune share more_vert