શું તમે સરકારી નોકરીની શોધમાં છો? તો તમારા માટે ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડ એટલે કે GMSCLમાં લીગલ મેનેજરની પોસ્ટ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત સમય મર્યાદામાં નિયત નમુના અને સરનામે જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરી દેવી.
Gujarat GMSCL Bharti 2025
| સંસ્થા | ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ (GMSCL) |
| જગ્યાનું નામ | લીગલ મેનેજર |
| અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
| ભરતી નો પ્રકાર | કરાર આધારિત |
GMSCL માં લીગલ મેનેજર ની પોસ્ટ 11 માસના કરાર આધારિત ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં જરૂરી શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અનુભવ, પગાર વિશે વિગતવાર માહિતી નીચે જણાવેલ છે.
કુલ જગ્યા
- 1
પોસ્ટ નું નામ
- લીગલ મેનેજર
શૈક્ષણિક લાયકાત / અનુભવ
- એલ.એલ.બી. માં 55 ટકા સાથે સંબંધિત ક્ષેત્રનો બે વર્ષનો અનુભવ અથવા એલ.એલ.એમ. માં ઓછામાં ઓછા ૫૫ ટકા સાથે સંબંધિત ક્ષેત્રનો એક વર્ષનો અનુભવ.
- અંગ્રેજી ભાષા અને ગુજરાતી ભાષા તેમજ કોમ્પ્યુટર નું પર્યાપ્ત જ્ઞાન હોવું જોઈએ.
વય મર્યાદા
- અરજી કરતાં ઉમેદવારની 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. (8 સપ્ટેમ્બર 2025 ની સરખામણીએ)
પગાર
- ₹35,000
ખાસ નોંધ: અરજી તારીખ 8 સપ્ટેમ્બર 2025 ના રોજ 18:00 કલાક સુધીમાં સ્પીડ પોસ્ટ દ્વારા મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે.
