ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, તણાવ વચ્ચે આરોગ્ય વિભાગ સહિત તમામ કર્મચારીઓની રજા રદ્દ - Gujjutak
verified-account--v1 Gold rate today: ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે એક અઠવાડિયામાં ₹4000નો વધારો, હવે આ છે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ verified-account--v1 Team Naachની આ બે સુંદર છોકરીઓ પોતાની ધૂન પર આખી દુનિયાને નચાવી રહી છે, જાણો નિકોલ અને સોનલની કહાણી verified-account--v1 નોકરીનું બહાનું આપી બે યુવતીઓનું અપહરણ, એક સાથે ગેંગરેપ, બીજીને કાર નીચે કચડી મારી નાંખી verified-account--v1 સલમાન ખાનની કઈ ફિલ્મ યાદ આવી જ્યારે કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાનના ચીંથરા ઉડાવ્યા? verified-account--v1 લ્યો બોલો! આંટીનો જલવો જુઓ, હાથમાં બંદૂક ને કર્યો એવો ડાન્સ કે વિડિયો થઈ ગયો વાયરલ

ગુજરાત સરકારે લીધો મોટો નિર્ણય, તણાવ વચ્ચે આરોગ્ય વિભાગ સહિત તમામ કર્મચારીઓની રજા રદ્દ

કચ્છ સરહદી વિસ્તારમાં પાકિસ્તાનના ડ્રોન હુમલાના પ્રયાસ બાદ ગુજરાત હાઇ એલર્ટ પર છે. રાજ્ય સરકારે તાત્કાલિક બેઠક બોલાવી છે અને તણાવભરી પરિસ્થિતિને ધ્યાને લઇને આરોગ્ય, મહેસૂલ અને પોલીસ વિભાગના તમામ કર્મચારીઓની રજા અનિશ્ચિત મુદત માટે રદ્દ કરી છે. સુરક્ષા વધારવામાં આવી છે અને તમામ અધિકારીઓને સતર્ક રહેવા સૂચના અપાઈ છે.

Leave of all employees including health department cancelled આરોગ્ય વિભાગ સહિત તમામ કર્મચારીઓની રજા રદ્દ
Author image Aakriti

7 મેના રોજ ભારતે પાકિસ્તાન સામે સર્જિકલ સ્ટ્રાઇકના પગલે બંને દેશોમાં તણાવ વધી રહ્યો છે. ખાસ કરીને પાકિસ્તાને ગઇકાલે ગુજરાતના કચ્છ વિસ્તારમાં ડ્રોન દ્વારા હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સેનાએ સમયસર નિષ્ફળ બનાવ્યો. આ ઘટના બાદ રાજ્ય સરકાર સંપૂર્ણ સતર્કતા પર છે અને કચ્છમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ભુજ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યો છે અને કચ્છમાં બ્લેકઆઉટની સ્થિતિ જોવા મળી હતી. સરહદ સાથે લાગતા ગામોમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવાઈ છે.

રાજ્ય સરકારે બોલાવી તાત્કાલિક બેઠક

તણાવભરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે આજે સવારથી જ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં “ઓપરેશન સિંદૂર”ને લઇને મહત્વના નિર્ણયો લેવાયા છે. રાજ્ય સરકારે આરોગ્ય અને મહેસૂલ વિભાગના તમામ કર્મચારીઓની રજા અનિશ્ચિત મુદત માટે રદ કરવાનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયથી સ્પષ્ટ છે કે હાલની પરિસ્થિતિ ગંભીર છે અને તાત્કાલિક સેવા વિભાગોનું યથાવત કાર્ય ફરજિયાત બની ગયું છે.

પોલીસ વિભાગની પણ તમામ રજાઓ રદ

રાજ્ય સરકારે સુરક્ષા પર વધુ ભાર મુકતો મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત પોલીસના તમામ અધિકારીઓ, જવાનો અને સ્ટાફની રજાઓ પણ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. આ અંગે અધિકૃત પરિપત્ર પણ જાહેર થયો છે અને તમામ પોલીસ કર્મચારીઓને તરત ફરજ પર હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યના તમામ ઉચ્ચ અધિકારીઓને પણ સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના તમામ મહત્વના સ્થળો પર પેટ્રોલિંગ વધુ કરાયું છે. જિલ્લાવાર બોર્ડર વિસ્તારોમાં ચુસ્ત ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેથી કોઇ પણ શંકાસ્પદ પ્રવૃતિ રોકી શકાય. રાજ્ય સરકારે તણાવ વચ્ચે કોઈ પણ તકદિરી ભૂલ ન થાય તે માટે તમામ તંત્રોને એક સાથે એક્શન મોડમાં મૂકી દીધા છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News