
Agriculture News: ગુજરાત સરકારના નવા નિર્ણય અનુસાર, ખેતીની જમીન વેચાણ માટે 6 એપ્રિલ 1995 પછીના રેકોર્ડને માન્ય ગણવામાં આવશે, જેનાથી ખેડૂતોને મોટી રાહત મળશે.
Agriculture News: ગુજરાત સરકાર દ્વારા ખેતીની જમીનના વેચાણની પ્રક્રિયામાં મોટો બદલાવ લાવવામાં આવ્યો છે. હવે 6 એપ્રિલ 1995 પછીના જમીન રેકોર્ડને જ ખેડૂત ખરાઈ માટે માન્ય ગણવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડિજીટાઈઝેશન અને ઓનલાઈન પારદર્શક પ્રક્રિયાને વેગ આપીને આ પરિવર્તન કર્યો છે, જેથી ખેડૂતો માટે જમીન વેચાણની પ્રક્રિયા વધુ સરળ બને.
આ પહેલાં, જમીન વેચાણ માટે 1951-52ના રેકોર્ડના આધારે ખેડૂત હોવાનો પુરાવો જરૂરી હતો. આ કારણે ઘણા ખેડૂતોને જુના રેકોર્ડ ન મળવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. હવે, 1995 પછીના રેકોર્ડને આધારે જ ખરીદ-વેચાણ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
ખેડૂત હોવાનો પુરાવો રજૂ કરવો પડશે નહીં, પરંતુ જમીન વેચનાર ખાતેદારે ખેડૂત હોવાનો સોગંદનામું રજૂ કરવું પડશે. આ બદલાવથી જમીન વેચાણ પ્રક્રિયા ઝડપથી અને સરળ બની છે.
મુખ્યમંત્રીના આ નિર્ણયો રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયા છે, જે ખેડૂતો માટે મોટો રાહતભર્યો નિર્ણય સાબિત થશે.