Big News: ગુજરાત સરકારે કર્મચારીઓ માટે ભરતી અને બઢતીના નિયમોમાં કર્યો સુધારો, નવો પરિપત્ર જાહેર

રાજ્ય સરકારે વર્ગ-3 માટે નવા સુધારા સાથે પરિપત્ર જારી કર્યો છે. આ પરિપત્રમાં બઢતીના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

Author image Aakriti

રાજ્ય સરકારે વર્ગ-3 માટે નવા સુધારા સાથે પરિપત્ર જારી કર્યો છે. આ પરિપત્રમાં બઢતીના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

80-20 રેશિયોનો ખોટો અર્થ

અગાઉ, 80% સીધી ભરતી અને 20% બઢતીનો રેશિયો લાગુ પડતો હતો. પરંતુ આનો ખોટો અર્થઘટન થતો હતો. હવે, 20% યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓને બઢતી આપવાની તથા યોગ્ય કર્મચારીઓ ન મળ્યે સીધી ભરતી કરવાના નિયમો કરવામાં આવ્યા છે.

બઢતી માટે 20% મર્યાદા

પરિપત્ર મુજબ, બઢતી માટે 20% ની મર્યાદા જાળવવી ફરજિયાત છે. રાજ્ય સરકારે વર્ગ-3 માટે બઢતી અને સીધી ભરતી માટે 80-20નો રેશિયો સમર્થન આપતા નવા નિયમો અમલમાં લાવ્યા છે.

યોગ્ય લાયકાતવાળા કર્મીઓની પસંદગી

જો યોગ્ય લાયકાત ધરાવતા 20% કર્મચારીઓ બઢતી માટે ઉપલબ્ધ હોય તો તે જગ્યા બઢતીથી ભરી શકાશે. જો યોગ્ય લાયકાતવાળા કર્મચારીઓ ન મળે, તો તે જગ્યા સીધી ભરતીથી પૂરી કરવી પડશે.

આ નવા નિયમો અનુસાર, રાજયના વર્ગ-3 માટેની સીધી ભરતી અને બઢતી પ્રક્રિયાઓ વધુ પારદર્શક અને ન્યાયસંગત બનાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે.

Source: VTV & Sadesh News

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
સંબંધિત સમાચાર