ગુજરાત સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગે ટ્રાફિક નિયમમાં મહત્વનો ફેરફાર કર્યો છે. હવે હેડ કોન્સ્ટેબલ અને તેની ઉપરના અધિકારીઓને તમામ વિસ્તારોમાં ચલણ કાપવાની સત્તા મળશે.
આ પહેલા આ નિયમ માત્ર શહેરો અને કોર્પોરેશન વિસ્તારમાં લાગુ હતો, પરંતુ હવે રાજ્યના તમામ જીલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ હેડ કોન્સ્ટેબલ ચલણ કાપી શકશે. આ ઉપરાંત, હેડ કોન્સ્ટેબલ અને તેમની ઉપરના અધિકારીઓને ટ્રાફિક નિયમ ભંગ કરનારાઓ પાસેથી કમ્પાઉન્ડિંગ ફી વસૂલ કરવાની પણ સત્તા આપવામાં આવી છે.
ટ્રાફિક નિયમનના ચુસ્ત પાલન અને વાહન વ્યવહારને વધુ સારો બનાવવાનો સરકારનો આ પ્રયાસ છે.