PSI ભરતી 2025
PSI ભરતીની શારીરિક કસોટી નું પરિણામ થોડા દિવસો પહેલા જાહેર કરવામાં આવ્યું હતું અને હવે જે શારીરિક કસોટીમાં પાસ થઈ ગયેલા ઉમેદવાર છે તેમની લેખિત પરીક્ષા યોજાશે. લેખિત પરીક્ષાની તારીખ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે જે 13 એપ્રિલ 2025 અને રવિવારના રોજ લેવામાં આવશે.
લેખિત પરીક્ષા માટે બંને પેપર એક જ દિવસમાં લેવામાં આવશે. પ્રત્યેક પેપર માટે ત્રણ કલાક નો સમય આપવામાં આવશે. આ ભરતીને રિલેટેડ વધુ માહિતી માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લેવી.
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર સંવર્ગમાં શારીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.૧૩/૦૪/૨૦૨૫ (રવિવાર) નારોજ યોજાનાર છે. પેપર-૧ (૩ કલાક) અને પેપર-૨ (૩ કલાક)ની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે વધુ વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જોઇ લેવી.
— Gujarat Police Recruitment Board Official (@GPRB_GNR) March 8, 2025
અલગ અલગ 15 કેન્દ્રો પર શારીરિક કસોટીનું આયોજન કરાયું હતું
ગુજરાત રાજ્યના અલગ અલગ 15 કેન્દ્રો પર આઠ જાન્યુઆરી 2025 ના રોજ શારીરિક કસોટીનું આયોજન કરાયું હતું. ફિઝિકલ પરીક્ષા પૂર્ણ થયા પછી પાસ થયેલ ઉમેદવારોની વિગતો જાહેર કરવામાં આવી હતી.