ઉત્તર પ્રદેશના આગરાથી એક ચોકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ગુજરાતની એક મહિલા ત્રણ બાળકોને છોડીને આગ્રામાં રહેતા પ્રેમી સાથે ભાગી ગઈ અને નવજીવન સંસાર શરૂ કર્યો. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે બાળકો પોતાની માતાની શોધવા માટે પોલીસની મદદ લીધી, પછી પોલીસ ઇન્વેસ્ટીકેશનમાં જોરદાર ખુલાસો થયો.
સૂત્રોના જણાવ્યા મુજબ આ મહિલા સુરતની રહેવાસી છે જે અચાનક ગુમ થઈ ગઈ હતી. ઘણા દિવસોની શોધખોદ બાદ બાળકોને ખબર પડી કે તેમની માતા તો આગરામાં છે. જેથી માતાની ગોતવા માટે તેઓ આગ્રા પહોંચ્યા અને ત્યાં પોલીસ ફરિયાદ નોંધાવી.
પોલીસ ફરિયાદ પછી પોલીસે મહિલાની ગોતી કાઢી, પરંતુ જ્યારે તે મહિલા સામે પોતાના બાળકો ને સામે લાવ્યા ત્યારે માતાએ તેમના બાળકોને ઓળખવાનો ઇનકાર કરી દીધો. આ દ્રશ્ય જોઈ પોલીસ પર ચોંકી ગઈ.
બાળકીને જણાવ્યા અનુસાર, તેમની માતા 47 વર્ષની છે જેને સોશિયલ મીડિયાના માધ્યમથી 24 વર્ષના આગ્રાના યુવાન સાથે સંપર્કમાં આવી. પછી ધીરે ધીરે ઓળખ પ્રેમમાં બદલાય અને અંતે મહિલાએ પોતાનું ઘર છોડી આગ્રાના યુવાન સાથે ભાગી ગઈ અને નવો જીવન સંસાર શરૂ કર્યો.
પોલીસ આ કેસની તપાસ કરતા કરતા જાણવા મળ્યું કે આ મહિલા ઘરેથી કીમતી ઘરેણા લઈને તેમના પ્રેમી સાથે ભાગી ગઈ છે, અહીં ચોકાવનારી વાત એ છે કે તેમને પતિ સાથે છૂટાછેડા પણ લીધા નથી.
પોલીસના નિવેદન અનુસાર મહિલા અને યુવક બંને પુખ્ત વયના છે તેથી તેમને કોઈ બળજબરીથી અલગ કરી શકાય નહીં. જ્યારે બીજી તરફ બાળકો અને પરિવાર ન્યાય માટે લડી રહ્યા છે.
હજી આ કેસની તપાસ ચાલી રહી છે, અને પરિવાર માતાની વાપસી માટે ગુંજારવ કરી રહ્યો છે.