રાજકોટ: સમાજ સેવા અને રાષ્ટ્રપ્રેમના અભૂતપૂર્વ ઉદાહરણ રૂપ શ્રીમતી સોનલબેન ડાંગરિયા ફરી એકવાર રાષ્ટ્રીય કક્ષાએ મહત્ત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદના સચિવ તરીકે તેમની પુનઃ નિમણૂક કરવામાં આવી છે, જે સમાજ માટે ગૌરવની વાત છે.
શ્રીમતી સોનલબેન ડાંગરિયાએ તેમના જીવનમાં અનેક પડકારોનો સામનો કરી, સમર્પિત ભાવના અને નિષ્ઠા સાથે સમાજ સેવા કરી છે. ‘સેવાકીય પ્રવૃત્તિથી પ્રગતિ’ ના મંત્ર સાથે તેમણે અનેક લોકકલ્યાણકારી કાર્યો હાથ ધર્યા છે. રાષ્ટ્રપ્રેમ અને સમાજ પ્રત્યેની કર્તવ્યનિષ્ઠા સાથે તેઓ સતત કાર્યરત રહ્યા છે.
તેમની નિમણૂકની ખુશીમાં અનેક સામાજિક અને રાજકીય આગેવાનો, સમાજના નાગરિકો અને અનુયાયીઓએ શુભેચ્છાઓ પાઠવી છે. તેઓ પાટીદાર સમાજની પ્રથમ મહિલા અગ્રણી છે જેઓ આ મહત્વપૂર્ણ પદ પર ફરી એકવાર નિયુક્ત થયા છે. આ નિમણૂક સમગ્ર રાજ્ય માટે ગૌરવપૂર્ણ ઘટના છે.
શ્રીમતી સોનલબેન ડાંગરિયાના કહેવા અનુસાર, તેઓ ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત સ્તરે મજબૂત લોકશાહી અને સર્વાંગી વિકાસ લાવવા માટે કાર્યરત છે. ત્રિસ્તરીય પંચાયતી વ્યવસ્થાની સત્તાઓ, ફરજો અને કાર્યોને વધુ પ્રભાવશાળી બનાવવા માટે તેઓ નિશ્ચયબદ્ધ છે. પંચાયતી રાજના માધ્યમથી તેઓ લોકશાહી મજબૂત બનાવવા અને સંકલિત વિકાસ માટે કાર્ય કરી રહ્યા છે.
તેમણે સમગ્ર ગુજરાતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના લોકોને ‘ઓલ ઇન્ડિયા પંચાયત પરિષદ’ સાથે જોડાવા માટે અપીલ કરી છે, જેથી પંચાયતી રાજ મજબૂત બને અને વિકાસના નવા સ્તરો સ્પર્શી શકાય.
સોનલબેન ડાંગરિયાના નેતૃત્વમાં, પંચાયતી વ્યવસ્થાનો વિકાસ અને નારી શક્તિનો ઉદ્ભવ એક નવી દિશામાં આગળ વધી રહ્યો છે. તેમની આ સિદ્ધિ ગુજરાતી સમાજ માટે પ્રેરણારૂપ બની રહેશે.