ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) એ GUJCET-2025ની પરીક્ષાની તારીખ જાહેર કરી છે. આ પરીક્ષા 23 ફેબ્રુઆરી, 2025ના રોજ લેવામાં આવશે.
આ સાથે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ 2025 ની પરીક્ષા માટેનું માળખું પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેથી હવે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવામાં સરળતા રહેશે.
ગુજકેટ ની પરીક્ષા એન્જિનિયરિંગ ડિગ્રી તથા ડિપ્લોમા અને ફાર્મસીના અભ્યાસ કરવા માટે પ્રવેશ પરીક્ષા માટે યોજવામાં આવે છે. આ પરીક્ષામાં વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ અને બી ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા યોજવામાં આવે છે.
ગુજકેટ 2025 ની પરીક્ષા આપવા માટે આવેદનપત્ર ઓનલાઈન ભરવાની તારીખ અને પ્રક્રિયાની માહિતી પુસ્તિકા બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવશે. આ અંગે વિદ્યાર્થીઓને જાણ અખબારી યાદી દ્વારા કરવામાં આવશે.
gujcet 2025 exam date declared pdf
ગુજકેટ 2025 ની પરીક્ષા માટે ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન બંને વિષયનું પ્રશ્નપત્ર સંયુક્ત રહેશે એટલે કે ભૌતિક વિજ્ઞાનના 40 પ્રશ્નો અને રસાયણ વિજ્ઞાનના 40 પ્રશ્નો આમ બંનેને મળીને 80 પ્રશ્નો થશે. પ્રત્યેક પ્રશ્નનો એક માર્ક એટલે કે 80 પ્રશ્નોના 80 ગુણ થશે જેના માટે વિદ્યાર્થીઓને 120 મિનિટનો સમય આપવામાં આવશે. આ સાથે OMR Answer Sheet પણ 80 પ્રશ્નો માટેની જ રહેશે.
ગુજકેટ ની આ પરીક્ષા માટે જીવ વિજ્ઞાન અને ગણિત ના પ્રશ્નપત્ર અલગ અલગ રહેશે. જીવવિજ્ઞાન અને ગણિત બંનેના પ્રશ્નપત્રો 40 ગુણના રહેશે. આમ બંને પેપર માટે અલગ અલગ OMR Answer Sheet આપવામાં આવશે જે 40-40 પ્રશ્નો માટે હશે. પ્રત્યેક પેપર માટે 60 મિનિટનો સમય આપવામાં આવશે.
ગુજકેટ ની પરીક્ષા આગામી 23 ફેબ્રુઆરી 2025 ના રોજ યોજવાની છે. વિદ્યાર્થીઓ આ પરીક્ષાને ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષામાં આપી શકશે. આ પરીક્ષા સવારના 10 વાગ્યા થી બપોરના 4 વાગ્યા સુધી ના સમયગાળા દરમિયાન નિયત કરેલ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે.