જ્ઞાનેશ કુમાર ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર બનશે, રાજીવ કુમારની જગ્યા લેશે - Gujjutak
◉ Gujarat Staff Nurse Recruitment 2025: Apply Online for Vacancies in Bharuch District Health Society ◉ હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલની ચોમાસાની આગાહી - જાણો કેવું રહેશે ચોમાસું ◉ સોમવારથી પંચાયત આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર, રાજકોટ જિલ્લાના તમામ આરોગ્ય કર્મીઓ હડતાલમાં જોડાશે ◉ New vs Old Income Tax Regime: રૂપિયા 1 થી 10 કરોડના પગાર પર કેટલો લાગે છે ટેક્સ? કેટલા રૂપિયા હાથમાં મળશે? જાણો કેલ્ક્યુલેશન ◉ હવે PFના પૈસા PhonePe, Google Pay અને BHIM એપથી ઉપાડી શકશો! જાણો સંપૂર્ણ પ્રક્રિયા

જ્ઞાનેશ કુમાર ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર બનશે, રાજીવ કુમારની જગ્યા લેશે

Gyanesh Kumar new Chief Election Commissioner: દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમાર ની નિમણૂક કરવામાં આવી છે. તેઓ રાજીવ કુમાર ની જગ્યાએ લેશે, જે 18 ફેબ્રુઆરી ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે.

Author image Aakriti

નવી દિલ્હી: દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમાર ની નિમણૂક કરવામાં આવી છે. તેઓ રાજીવ કુમાર ની જગ્યાએ લેશે, જે 18 ફેબ્રુઆરી ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. 19 ફેબ્રુઆરી ના રોજ જ્ઞાનેશ કુમાર મુખ્ય ચૂંટણી કમિશનર પદ સંભાળશે. તેમની વરણીને લઈને રાષ્ટ્રપતિએ સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે.

જ્ઞાનેશ કુમારનું કાર્યકાળ 2029 સુધી રહેશે

જ્ઞાનેશ કુમાર 1988 બેચના કેરળ કેડરના IAS અધિકારી છે. તેઓ 2023 થી ચૂંટણી કમિશનના સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. 26 જાન્યુઆરી 2029 સુધી તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે ફરજ બજાવશે.

રાહુલ ગાંધીની અસહમતી અને કોંગ્રેસના પ્રશ્નો

જ્ઞાનેશ કુમારની નિમણૂકને લઈને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી એ અસહમતી નોંધાવી છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં આ મામલે ચાલી રહેલી સુનાવણીને ધ્યાનમાં લઈને સરકારે બેઠક સ્થગિત કરવી જોઈએ.

આ મુદ્દે કોંગ્રેસના નેતાઓ અજય માકન, અભિષેક મનુ સિંધવી અને ગુરદીપ સપ્પલ એ પત્રકાર પરિષદમાં જણાવ્યુ કે મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગીની પ્રણાલી બંધારણીય અને કાનૂની મુદ્દાઓ ઉઠાવે છે. તેઓએ કહ્યું કે નવું કાયદા પદ્ધતિને કેન્દ્ર સરકાર તરફ ઝુકાવતી બનાવે છે.

સુપ્રીમ કોર્ટમાં પડકાર, સરકારની તટસ્થતા પર સવાલ

કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના 2 માર્ચ 2023 ના ચુકાદાનો સંદર્ભ આપતા કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોની પસંદગી માટે વડા પ્રધાન, વિપક્ષના નેતા અને મુખ્ય ન્યાયાધીશની સમિતિ હોવી જોઈએ. વર્તમાન સમિતિમાં મુખ્ય ન્યાયાધીશને બહાર રાખવામાં આવ્યો છે, જે સ્વતંત્ર ચૂંટણી વ્યવસ્થાને અસર કરે છે.

સપ્ટેમ્બર 2023માં લાગુ કરાયેલા નવા કાયદા અનુસાર, પીએમ, ગૃહમંત્રી અને વિપક્ષના નેતાની સમિતિએ મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી કરવાની રહેશે. કોંગ્રેસે આ વિધાન પર સવાલ ઉઠાવ્યો છે કે આ સમિતિમાં સરકારને બે તૃતિયાંશ બહુમતિ મળતી હોવાથી, શું આ પ્રક્રીયા ન્યાયસંગત રહેશે?

ચુંટણી કમિશનની સ્વતંત્રતા જોખમમાં?

કોંગ્રેસે ચેતવણી આપી છે કે જો ચૂંટણી કમિશનની નિમણૂક સરકારના હિતમાં રહેશે, તો તે ચૂંટણી વ્યવસ્થાની ન્યાયસંગતતા પર પ્રશ્નચિહ્ન મૂકી શકે છે. મુખ્ય ન્યાયાધીશને સમિતિમાં સ્થાન ન આપવાના નિર્ણય પર પણ ઉઠતા સવાલોનો સરકાર કોઈ જ તર્કસંગત જવાબ આપી શકી નથી.

નિષ્કર્ષ

જ્ઞાનેશ કુમારની મુખ્ય ચૂંટણી કમિશનર તરીકેની નિમણૂકને લઈને વિવાદ વધી રહ્યો છે. સુપ્રીમ કોર્ટની સુનાવણી અને વિપક્ષના વિરોધ વચ્ચે સરકારના નિર્ણયનું ભવિષ્ય શું રહેશે તે જોવાનું રહેશે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News