
મક્કા, સાઉદી અરેબિયા - 23 મે 2024થી મક્કામાં હજ યાત્રા શરૂ થઈ ગઈ છે, પરંતુ જો તમે પ્રવાસી વિઝા પર મક્કા જવા માંગતા હોવ તો આ શક્ય નહીં બને. સાઉદી અરેબિયાના ગૃહમંત્રાલયે જાહેરાત કરી છે કે પ્રવાસી વિઝા ધરાવતા લોકોને મક્કામાં પ્રવેશવાની મંજૂરી નહીં આપવામાં આવે.
Saudi Arabia Haj Yatra 2024 : 23 મે 2024થી મક્કામાં હજ યાત્રા શરૂ થઈ ગઈ છે, પરંતુ જો તમે પ્રવાસી વિઝા પર મક્કા જવા માંગતા હોવ તો આ શક્ય નહીં બને. સાઉદી અરેબિયાના ગૃહમંત્રાલયે જાહેરાત કરી છે કે પ્રવાસી વિઝા ધરાવતા લોકોને મક્કામાં પ્રવેશવાની મંજૂરી નહીં આપવામાં આવે. આ પ્રતિબંધ 23 મે થી 21 જૂન સુધી લાગુ રહેશે.
સાઉદી અરેબિયાની સરકારી સમાચાર એજન્સી અનુસાર, જે લોકો હજ કરવા મક્કા જવા માંગે છે તેમને હજ પરમિટ હોવી આવશ્યક છે. ગૃહમંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ મુસાફરી વિઝા હેઠળ મક્કા જવા ઇચ્છે છે તો તે શક્ય નથી. માત્ર તેમની પાસે હજ પરમિટ હશે તે જ લોકોને મક્કામાં પ્રવેશ મળશે.
હજ અને ઉમરા મંત્રાલયે Nusuk એપ પરથી ઉમરાનું રજિસ્ટ્રેશન બંધ કરી દીધું છે. જે મુસાફરો વિઝા પર મક્કામાં પ્રવેશ કરશે તેમને દંડ ભરવો પડશે.
ગૃહમંત્રાલયે કહ્યું છે કે, હજના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને કડક દંડ આપવામાં આવશે. હજ પરમિટ વગર પકડાયેલા લોકોને $2,666 (લગભગ 2,22,651 રૂપિયા) નો દંડ ફટકારાશે. આ નિયમ તમામ નાગરિકો અને વિદેશી પ્રવાસીઓ માટે લાગુ છે. નિયમોના પુનઃ ઉલ્લંઘન કરનારાઓને બમણો દંડ ફટકારાશે અને વિદેશી નાગરિકોને તેમના દેશ પરત મોકલવામાં આવશે અને તેમના સાઉદીમાં પ્રવેશ પર પ્રતિબંધ લાગશે.