
Hardik Pandya Natasa Stankovic Divorce: ક્રિકેટર હાર્દિક પંડયા અને બોલીવુડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે બંને છૂટાછેડા લેવા જઈ રહ્યા છે.
ક્રિકેટર હાર્દિક પંડયા અને બોલીવુડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે બંને છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. આ સમાચારની પુષ્ટિ હાર્દિક પંડ્યા એ સોશિયલ મીડિયા ના માધ્યમથી કરી છે.
ઘણા સમયથી હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક ના સંબંધોને લઈ સોશિયલ મીડિયા પર ખૂબ જ ચર્ચા થઈ રહી હતી. અને બંનેના સંબંધોમાં કિરણ આવી હોય તેવું પણ લાગી રહ્યું હતું. તેવામાં નતાશા સ્ટેનકોવિક એ પોતાના પિતાના ઘરે ચાલી ગઈ હતી. બહુચરચીત અંબાણીના લગ્નમાં પણ હાર્દિક પંડ્યા એકલા જ જોવા મળ્યા હતા. તેવામાં આજે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અડકડો પર પૂર્ણવિરામ લાગ્યો છે. આજે હાર્દિક હાર્દિક સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને જણાવ્યું કે આ નિર્ણય અમારા બંને માટે મુશ્કેલ હતો.
હાર્દિક પંડ્યા એ આજે instagram પર પોસ્ટ કરતા જણાવ્યું કે હું અને નતાશા બંને ચાર વર્ષ સાથે રહ્યા પછી હવે બંનેની સર્વ સંમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. હાર્દિક પંડ્યા એ વધુમાં લખ્યું કે અમે બંને આ સંબંધો ટકાવી રાખવા માટે બનતા પ્રયત્નો કર્યા પરંતુ હવે અમને બંનેની લાગે છે કે અલગ થવું એ જ અમારા માટે યોગ્ય નિર્ણય છે.
જો તમે ન જાણતા હોય તો અમે તમને અહીં જણાવી દઈએ કે નતાશા એ મૂળ સર્બિયાની રહેવાસી છે. છૂટાછેડા ના નિર્ણય પહેલા જ નતાશા પોતાના માતા પિતા ના ઘરે સર્બિયા ચાલી ગઈ હતી. નતા સાહેબ આ અંગે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરી આ અંગે માહિતી આપી હતી. ત્યાર પછી નતાશા મુંબઈ એરપોર્ટ પર પણ જોવા મળી હતી. નતાશા ની સાથે તેમનો પુત્ર અગસ્ત્ય પણ સર્બિયા ગયો છે.
હાર્દિક પંડ્યા અને નતાશા વચ્ચે કોરોના લોક ડાઉન 2020 માં બન્ને કોર્ટ મેરેજ કર્યા હતા. જુલાઈ 2020માં પુત્ર અગસ્ત્ય નો જન્મ થયો. પુત્રના જન્મના ત્રણ વર્ષ પછી ફેબ્રુઆરી 2023માં હાર્દિક પંડ્યા અને નતાશા વચ્ચે ફરીથી હિન્દુ અને ખ્રિસ્તી રીત રિવાજથી લગ્ન કર્યા હતા.