નખત્રાણામાં વરસાદી હાહાકાર!: કચ્છમાં તોફાની મેઘરાજા, રસ્તાઓ બેટમાં ફેરવાયા - Gujjutak
◉ ચાર્જશીટ અપાયેલા 276 આરોગ્ય કર્મચારીઓએ બચાવનામું રજુ કર્યું, નિયમાનુસાર કાર્યવાહી થશે ◉ ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ 11મા દિવસે: 2100થી વધુ કર્મચારીઓને બરતરફ કરાયા ◉ ગુજરાત સરકાર લેન્ડ રેવન્યૂ બિલમાં કરશે સુધારો, સરકારની મંજૂરી વિના જમીન વેચનાર સામેના કેસ પડતા મૂકાશે ◉ આરોગ્ય કર્મચારીઓની હડતાળ પર સરકારનો કડક નિર્ણય: 1100 કર્મચારીની નોકરી ગઈ, 10,000ને નોટિસ ◉ IPL Cheerleaders Salary: કેટલો હોય છે IPL ચીયરલીડર્સનો પગાર? કઈ ફ્રેન્ચાઈઝી આપે છે સૌથી વધુ સેલરી?

નખત્રાણામાં વરસાદી હાહાકાર!: કચ્છમાં તોફાની મેઘરાજા, રસ્તાઓ બેટમાં ફેરવાયા

Heavy Rain In Gujarat: ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગેકૂચ કરી રહ્યું છે અને આગામી ત્રણ-ચાર દિવસમાં સમગ્ર રાજ્યમાં મેઘરાજાની કૃપા વરસવાની શક્યતા છે.

Author image Aakriti

Heavy Rain In Gujarat: ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગેકૂચ કરી રહ્યું છે અને આગામી ત્રણ-ચાર દિવસમાં સમગ્ર રાજ્યમાં મેઘરાજાની કૃપા વરસવાની શક્યતા છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના 70 તાલુકામાં વરસાદ પડ્યો છે.

નખત્રાણામાં 3 ઇંચ વરસાદ

કચ્છના નખત્રાણામાં ભારે વરસાદ થયો છે. માત્ર દોઢ કલાકમાં જ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો, જેને કારણે નખત્રાણાની બજારો નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. શહેરમાં પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.


પોરબંદરમાં પણ વરસાદ

પોરબંદરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. બપોરના સમયે બગદર, ખાંભોદર, કિંદરખેડા, રામવાવ અને વિસાવાડા ગામોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો, જેના કારણે વાડી-ખેતરો પાણીથી છલછલ થઈ ગયા છે.

અગાઉથી તૈયાર રહેવા જરૂરી

ગુજરાતમાં આગામી દિવસોમાં પણ આ રીતે વરસાદની આગાહી છે, તેથી લોકોને તૈયાર રહેવા અને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.

અમારા વોટ્સપ ગ્રુપ મા જોડાવો

Join Now

અમારા ટેલિગ્રામ મા જોડાવો

Join Now
Related News